________________
વૈમાનિક અસભ્યતા
૧૦૫ ઉશ્કેરાયેલા તે બેંકરે ખાવાનું ભરેલી પ્લેટો લઈ આવતી હતી તે એરહોસ્ટેસને એવો જોરથી ધક્કો માર્યો કે બધી પ્લેટો પડી ગઈ. ખાવાનું એરહોસ્ટેસ પર અને બીજા પ્રવાસીઓ પર પડ્યું. ઘમાલ મચી ગઈ. શ્રીમંત બેંકરને એથી કંઈ ચિંતા થઈ નહિ. વિમાનમાંથી પોલીસને સંદેશો અપાઈ ગયો. વિમાન ઊતરતાં એની ધરપકડ કરવામાં આવી. જામીન પર છોડવામાં આવ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. એણે તરત ગુનો કબૂલ કરી લીધો. કોર્ટે એને એરહોસ્ટેસ, કેટલાક પ્રવાસીઓ અને વિમાન કંપનીને જે નુકશાન થયું તે ભરપાઈ કરી આપવાનું ફરમાવ્યું અને તદુપરાંત પાંચ હજાર ડોલરના દંડની સજા કરી. એ બેંકરે હસતે મોઢે એ બધાને ચેક મોકલી આપ્યા. દુનિયામાં આવા માણસો પણ હોય છે ! એના મનમાં હતું કે જે થશે તે ભોગવી લઈશ, પણ એરહોસ્ટેસને તો સીધી કરવી જ જોઈએ.
એક વખત એક વિમાનમાં મુસાફર અને વિમાનના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો. મુસાફર ઇમરજન્સી બારણા પાસે બેઠો હતો. એણે ધમકી આપી કે હવે વધુ ગરબડ કરશો તો “ઈમરજન્સી બારણું" ખોલી નાંખીશ. એમ કહીને એણે બારણું ખોલવા માંડ્યું. એથી કર્મચારીગણે ગભરાઈને એની માફી માગી. પણ પછી વિમાન ઊતર્યું ત્યારે અસભ્ય વર્તન માટે એની ધરપકડ કરાવી અને એને સજા થઈ.
અમેરિકામાં એક યુનિવર્સિટીના સ્નાતક થયેલા દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ મેક્સિકોમાં જઈ ઉત્સવ મનાવવા માટે પોર્ટલેન્ડથી ફોલ્કન એરલાઈનની ચાર્ટર્ડ ક્લાઈટ કરી. બધા જ વિદ્યાર્થીઓ યુવાન છોકરા-છોકરીઓ હતાં. પછી પૂછવું જ શું? છોકરાઓએ “Wet T Shit'ની રમત શરૂ કરી અને છોકરીઓ પર પાણીની પિચકારીઓ ઉડાડવા લાગ્યા. આ રંગોત્સવમાં વિમાનના કર્મચારીઓ પણ ભળ્યા. તેઓએ પણ પિચકારીઓ ઉડાવી. કઈ છોકરી વધારે ભીની થઇ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org