________________
૧૦૬
સાંપ્રત સહચિંતન ભાગ ૧૧
એનો નિર્ણય કેપ્ટન આપે એમ નક્કી થયું. એટલે ભીની છોકરીઓ કેપ્ટનની કેબીનમાં ધસી ગઇ. નિર્ણાયક તરીકે માન કેપ્ટનને મળ્યું એટલે એ પણ પલળી ગયો. વિમાનમાં ઉડ્ડયન માટે બધું ગોઠવાયેલું હોય અને વિમાન સીધી દિશામાં સરખી ગતિએ ઊડતું જતું હોય તો પંદરપચીસ મિનિટ કેપ્ટન ધ્યાન ન આપે તો ચાલે. કેપ્ટન અને સાથી પાયલોટ નિર્ણાયક તરીકે ભીની છોકરીઓને નિહાળવામાં લાગી ગયા. એવું એમનાથી થાય નહિ. ફરજ ચૂક્યા એમ ગણાય. પણ આનંદનો નશો ચડે ત્યારે કોણ વિચારે ? એમ કરવામાં પંદર વીસ મિનિટ નીકળી ગઇ. આનંદોત્સવ થઇ ગયો. પણ પાછા ફર્યા પછી કોઈક છોકરીના માબાપે આ વાત જાણી અને કાયદેસરની ફરિયાદ કરી. પરિણામે કેપ્ટન સહિત વિમાનના બધા કર્મચારીઓના લાયસન્સ અમુદ મુદત માટે રદ થયા.
કેટલાક વખત પહેલાં સાઉથ આફ્રિકન એરવેઝના એક વિમાનમાં રાતની સફર દરમિયાન એક્સિક્યુટિવ કલાસમાં પ્રવાસ કરનાર એક શ્રીમંત દંપતી, એ ક્લાસમાં બીજા કોઇ મુસાફર ન હોવાથી, એકાન્ત મળતાં પ્રણયચેષ્ટા કરવા લાગ્યાં, એરહોસ્ટેસો શરમાઇને બહાર નીકળી ગઇ. પણ તેઓની પ્રણયચેષ્ટા વધતી ગઈ અને વસ્ત્રવિહીન થઇ તેઓ કામક્રીડા કરવા લાગ્યા. કેપ્ટને આવીને તેમને ધમકી આપી. પણ તેઓ માન્યા નહિ. છેવટે વિમાનના ઊતરાણ પછી તેમની ધરપકડ થઈ અને તેમને દંડ કરવામાં આવ્યો.
ટ્રેન કે બસમાં ધાંધલધમાલ થાય તો એને રસ્તામાં વચ્ચે થોભાવી દઇ શકાય છે. ઉતારુઓને બહાર કાઢી શકાય છે. પચીસ હજારથી પાંત્રીસ હજારની ઊંચાઇએ પાંચસો-છસો માઇલની ગતિએ ઊડતા વિમાનને અચાનક રોકી શકાતું નથી કે અધવચ્ચે કોઇને ઉતારી શકાતા નથી. મામલો અતિશય ગંભિર કે જોખમકારક હોય અને છૂટકો ન હોય તો નજીકના એરપોર્ટ પર ઉતરાણ કરી લેવું પડે છે. એટલે ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org