________________
વૈમાનિક અસભ્યતા
૧૦૭
ખરું તો પોતાના એરપોર્ટ પર પહોંચ્યા પછી જ ગુનેગારોને પકડવામાં આવતા હોય છે.
જેમ હીંચકા ખાતાં કોઈકને ચક્કર આવે છે, મોટરકાર કે બસમાં મુસાફરી કરતાં કોઇકને બેચેની લાગે છે, સમુદ્રમાં જહાજમાં સફર કરતાં કોઈકને સામુદ્રિક માંદગી (Sea Sickness) થાય છે કે સામુદ્રિક ગાંડપણ (Sea Madness) થાય છે તેવી જ રીતે કોઇકને-(લાખો કે કરોડોમાં કોઇકને-)હવાઈ ઉન્માદ (Aerial Imbalance અથવા air-craziness) પણ થાય છે. અલબત્ત, મોટાં જેટ વિમાનની શોધ પછી જેમ ઊલટીનું પ્રમાણ નહિવતુ થઈ ગયું છે તેમ હવાઈ ઉન્માદનું પ્રમાણ પણ નહિવત્ થઈ ગયું છે. છતાં કોઈક વાર આવા કિસ્સા બને છે ખરા.
કેટલાક સમય પહેલાં એક ઘટના એવી બની હતી કે વિમાનમાં એક માણસ ઉન્માદમાં આવી ગયો. તે ટોયલેટમાં ગયો અને ત્યાંથી પછી તદ્દન નગ્નાસ્થામાં બહાર આવ્યો અને બરાડા પાડતો આમથી તેમ આંટા મારવા લાગ્યો. તે એવો જબરો હતો કે કોઈ તરત એને વશ કરી શક્યું નહિ. એરહોસ્ટેસો ગભરાઈ ગઈ. બીજા મુસાફરો પણ મારામારી થઈ જવાની બીકે ચૂપ રહ્યા. કેપ્ટન કે સ્ટાફના માણસો ચાલુ વિમાને કશું કરી શકે એમ નહોતા. એને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ તે સમજવા માગતો જ ન હતો. છેવટે એરપોર્ટ ઉપર વિમાન ઊતર્યું ત્યારે સંદેશો મળતાં હાજર રહેલાં પોલીસોએ એને પકડી લીધો. એના પર કેસ ચાલ્યો અને સજા થઇ પણ થોડા કલાક એણે વિમાનમાં હાહાકાર મચાવી દીધો હતો.
આમ, વૈમાનિક અસભ્યતાના, ગેરવર્તણૂકના પ્રસંગો વધતા જાય છે. પરંતુ આ મોંઘી સેવાને સુરક્ષિત સલામતભરી અને આરામદાયક બનાવવા માટે વિમાન કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય મંડળો પોતે જ વધુ સચિત હોય છે. એટલે જે જે ઘટનાઓ નોંધાય છે તે માટે કેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org