________________
૧૦૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પગલાં લેવાં જોઈએ તેની તરત વિચારણા થાય છે અને યોગ્ય ઉપાયોનો અમલ થાય છે. જેમ કે જૂના વખતમાં વિમાનમાં ૧૩ નંબરની અપશુકનિયાળ બેઠક જેને મળી હોય તે ઝગડો કરે અને બેસે નહિ. એટલે વિમાન કંપનીઓએ ત્યારે વિમાનમાંથી ૧૩ નંબરની બેઠક જ કાઢી નાખી હતી.
આકાશમાં નિશ્ચિત દિશામાં નિશ્ચિત ગતિએ નિશ્ચિત અંતર સુનિશ્ચિત સમયમાં કાપીને નિર્ધારિત સ્થળે અવતરણ કરવું એ વિજ્ઞાનની બહુ મોટી સિદ્ધિ છે. આકાશમાં અડધી ડિગ્રીનો ફરક પડે તો વિમાન
ક્યાં ને બદલે ક્યાં પહોંચી જાય. પરંતુ વિમાનો આકાશમાં ભૂલાં પડી ગયાં હોય એવા બનાવો બનતા નથી. વિજ્ઞાનની આ સિદ્ધિ અને એના વધતા જતા પ્રચારની સાથે નાની મોટી સમસ્યાઓ જે ઊભી થાય છે એમાં અસભ્યતાની સમસ્યા તો આપણા જેવા માટે તો તદન સામાન્ય ગણાય. પરંતુ વિમાન-વ્યવસ્થાવાળા આંતરરાષ્ટ્રીય મંડળો એનો ગંભીરતાથી વિચાર કરે છે તે યોગ્ય જ છે.
અહીં તો વૈમાનિક અસભ્યતાની યત્કિંચિત વાત કરી છે. એ ક્ષેત્રના વ્યવસાયી અનુભવી કર્મચારીઓ અને એ વિષયના નિષ્ણાતો આ વિષયમાં ઘણી બધી વિગતો આપી શકે.
પ્રાચીન ભારતીય માન્યતા પ્રમાણે દેવો વિમાનમાં ઊડતા. એમાં પણ વૈમાનિક પ્રકારના દેવો તો ઘણા સંયમી મનાય છે. હવે મનુષ્ય વૈમાનિક બન્યો છે, એટલે એણે પોતાની વૈમાનિકતાની યોગ્યતા સમજવી જોઈએ અને એને શોભાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org