________________
૧૨૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
જાણ થતાં તરત મુંબઇ મને ફોન કર્યો અને હ્યું કે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રાત ન રોકાતાં વીરનગરમાં રાત રોકાવ. યુનિવર્સિટી પર ગાડી તમને તેડવા આવી જશે અને બીજે દિવસે એરપોર્ટ પર મૂકી જશે. બધી વ્યવસ્થા થઇ જશે.’
બાપુજીનું નિમંત્રણ મળે પછી વિચારવાનું જ શું હોય ? હું વીરનગ૨ પહોંચ્યો. અને એમનું આતિથ્ય માણ્યું. આવા સંત મહાત્માનો યોગ મળવો એ પણ દુર્લભ.
બાપુજીએ ઋષિકેશમાં શિવાનંદ આશ્રમમાં યોગાસનો ર્યાં હતાં, સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત એમણે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કર્યો હતો અને અષ્ટાંગયોગની સાધના કરી હતી. પાતંજલ યોગસૂત્ર જીવનભર એનનો પ્રિય ગ્રંથ રહ્યો હતો અને એ વિશે એમણે અનેક સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. બાપુજીનો જીવ વસ્તુતઃ અધ્યાપકનો જીવ હતો. પોતે અઠવાડિયે એક દિવસ રાજકોટની એક સંસ્થામાં જીવનના અંત સુધી ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. સણોસરાની લોકભારતી સંસ્થામાં ‘અહિંસા’ વિશે મારું પ્રવચન હતું એ વાત જાણીને તેઓ અનસૂયાબહેન સાથે સણોસરા આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને અંતે એમણે મને કહ્યું કે ‘અહિંસા વિશે ભગવાન પતંજલિનું અવતરણ તમે ટાંક્યું તે મન બહુ જ ગમ્યું છે.' તે સમયે એમણે મને કહ્યું હતું કે ‘યોગસૂત્ર' એમનો અત્યંત પ્રિય વિષય છે. ક્યાંય પણ એ વિશે પ્રવચન આપવાનું આવે તો એ માટે પોતાને કશી પૂર્વ તૈયારીની જરૂર નથી, કારણ કે બધું કંઠસ્થ છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી બાપુજીએ પોતાની લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો હતો. ખેતી, સીંચાઇ, પશુકેન્દ્ર, છાશકેન્દ્ર, અનાજરાહત અને ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવા ઉપરાંત એમણે શિક્ષણના ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ શિવાનંદ પરિવારના ઉપક્રમે ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org