________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૧૨૧ કરવામાં આવે છે અને એકત્ર થયેલ નિધિ તે સંસ્થાને અર્પણ કરવામાં આવે છે. એ માટે પહેલાં સમિતિના સભ્યો તે સંસ્થાની મુલાકાત લે છે. ૧૯૯૨માં અમે કેટલાક સભ્યો એ પ્રમાણે શિવાનંદ મિશનની મુલાકાત માટે મુંબઇથી નીકળ્યા હતા.
મુંબઇથી સૌરાષ્ટ્ર મેઇલમાં નીકળી અમે રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન પર અમારું સ્વાગત કરવા બાપુજી પોતે આવ્યા હતા. એથી અમે બધાંએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાપુજીનું દાક્ષિણ્ય, એમની ઉદારતા, એમની વ્યવહારકુશળતા, એમનું સૌજન્ય, એમનો વિવેક આ બધાં ગુણોના મઘમઘાટનો આ એક નાની ઘટનાથી જ પ્રથમ દર્શને પરિચય થઈ ગયો હતો. એમના અવાજમાં પ્રેમ અને વાત્સલ્ય હતાં.
અમારી મુલાકાત પછી મારે મુંબઈ, સાયલા અને વીરનગરમાં બાપુજીને મળવાનું વારંવાર થતું. પૂજ્ય બાપુજી મને અને મારાં પત્ની તારાબહેનને પોતાનાં સંતાનોની જેમ રાખતા. એમના વ્યક્તિત્વમાંથી, એમના ગોરા પ્રભાવશાળી ચહેરામાંથી, એમની ઊંચી સમપ્રમાણ કાયામાંથી, એમનાં નેહનીતરતાં નયનોમાંથી અને એમનાં ભગવાં વસ્ત્રોમાંથી પવિત્રતાની સુરભિ સતત વહેતી રહેતી.
આ મુલાકાત પછી બાપુજી ૧૯૯૩માં મુંબઇ પધાર્યા હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે સરસ ઉબોધન કર્યું હતું. એ વખતે અગિયાર લાખ રૂપિયા અને શિવાનંદ મિશન માટે એકત્ર કરી શક્યા હતા. એ નિધિ અર્પણ કરવાનો કાર્યક્રમ વીરનગરમાં શાનદાર રીતે યોજાયો
હતો.
એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારે પીએચ.ડી.ના એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા (Viva) લેવા જવાનું હતું. બાપુજીને એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org