________________
૧ ૨૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
સાધકો આવીને રહે છે. એમાંની સ્વિન્ઝરલેન્ડની કેટલીક વ્યક્તિઓ સાથે-ખાસ તો આંખના દાક્તરો સાથે ડૉ. અધ્વર્યુને પરિચય થયો. એમના નિમંત્રણથી ડૉ. અધ્વર્યુ યુરોપની આંખની અને અન્ય હોસ્પિટલની મુલાકાત લઈ આવ્યા. દરમિયાન એવા કેટલાક સ્વિસ દાક્તરોએ વીરનગરની શિવાનંદ મિશનની હોસ્પિટલની મુલાકાત લીધી અને એના સેવાભાવી કાર્યથી બહુ રાજી થયા. કોઈક દાક્તરોએ તો ત્યાં રહીને પોતાની સેવા આપવી ચાલુ કરી. એક દાક્તર તો વર્ષોથી દર વર્ષે એક મહિનો વીરનગર આવીને ઓપરેશન કરતા રહ્યા છે અને હવે એમના પુત્ર પણ આવે છે. વીરનગર આવે ત્યારે તેઓ વીરનગરના થઈને જ રહે. બાપુજીની સાથે શુદ્ધ શાકાહાર ગ્રહણ કરે અને રોજેરોજ પ્રાર્થનામાં જમીન પર પલાંઠી વાળીને બેસે. સ્વિસ ડૉક્ટરોના સહકારને લીધે સ્વિત્સરલેન્ડ તરફથી વીરનગરની હોસ્પિટલને આંખની તપાસ અને શસ્ત્રક્રિયા માટે મોંઘામાં મોંઘાં અદ્યતન સાધનો ભેટ મળતાં રહ્યાં છે. વીરનગરના કાર્યથી સ્વિસ ડૉક્ટરો એટલા બધા પ્રભાવિત થયા છે કે એક દાક્તરે તો લખ્યું છે કે શિવાનંદ મિશન હોસ્પિટલનું ધોરણ જોતાં કહેવું પડે કે હવેથી કોઈ ભારતીય નાગરિકે આંખની શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની આવશ્યકતા નથી. ભારતમાં સારામાં સારાં ઓપરેશન થાય છે. - ડૉ. શિવાનંદ અધ્વર્યુને પ્રત્યક્ષ મળવાનો પહેલો અવસર મને ૧૯૯૨માં મળ્યો હતો. મારા મિત્ર અને શિવાનંદ મિશનના એક ટ્રસ્ટી, રાજકોટના શ્રી શશિકાન્તભાઈ મહેતા મને ડૉ. અધ્વર્યુ સાહેબને મળવા માટે કહેતા. પણ એવો અવસર પ્રાપ્ત થતો નહોતો. રાજકોટમાં હું હોઉં અને તપાસ કરાવીએ તો ડૉ. અધ્વર્યુ સાહેબ બહારગામ હોય.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ એક સંસ્થાને આર્થિક સહાય માટે શ્રોતાઓને અપીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org