________________
ફાગુનો કાવ્યપ્રકાર
૭૫ ફાગુકાવ્યની પદ્યરચનાનો વિચાર કરતાં જણાય છે કે મધ્યકાલીન કેટલાક કાવ્યપ્રકારોમાં ક્યારેક જોવા મળતી એવી એક લાક્ષણિકતા ફાગુકાવ્યમાં પણ જોવા મળે છે. કેટલીક ફાગુકૃતિઓમાં મૂળ કાવ્યની કડીઓના વક્તવ્યને અનુરૂપ વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં શ્લોકો આપવામાં આવ્યા હોય છે. આવી શ્લોકરચના કોઈકમાં માત્ર આરંભમાં અને અંતે, કોઈકમાં તદુપરાંત વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક અને કોઈકમાં પ્રત્યેક કડી પછી આપવામાં આવી છે. આવી શ્લોકરચનાનું અવલોકન કરતાં નીચે પ્રમાણે જોવા મળે છે : (૧) કોઈ કોઈ કાવ્યોમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃતમાં પણ શ્લોકરચના
થયેલી છે. (૨) આ શ્લોકરચના કવિની પોતાની જ હોય એવું અનિવાર્ય નથી.
કવિએ પોતે શ્લોકની રચના કરી હોય અથવા કવિએ બીજેથી ઉધૃત કરેલા શ્લોકો આપવામાં આવ્યા હોય. કેટલીક
શ્લોકરચનામાં વ્યાકરણની દષ્ટિએ કંઈક અશુદ્ધિ જોવા મળે છે. શ્લોક જેવો સાંભળ્યો હોય તેવો ઉતાર્યો હોય તો એવું બનવાનો સંભવ વિશેષ રહે છે, જો કર્તા પોતે સંસ્કૃતજ્ઞ ન
હોય તો.) (૩) પ્રત્યેક શ્લોક સ્વયંપર્યાપ્ત હોય છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ
કૃતિઓમાંથી લેવાયા છે. કેટલાક શ્લોક તો સુપ્રસિદ્ધ સુભાષિત
છે.
કેટલીક કાવ્યકૃતિઓમાં વિષયવસ્તુના નિરૂપણમાં સાતત્ય જાળવવા માટે, વચ્ચે આવતા શ્લોકો અનિવાર્ય અંગરૂપ બની ગયા છે. કોઈક કાવ્યમાં શ્લોકરચના ગુજરાતીમાં લખેલી કડીઓના વક્તવ્યની પુષ્ટિ અર્થે જ માત્ર છે. એ કાઢી લેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org