________________
૭૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
સુપ્રસિદ્ધ ફાગુકાવ્યની રચના આંતરયમકવાળા દૂહામાં થયેલી છે. એની લોકપ્રિયતાએ ત્યારપછીની ફાગુરચનાઓ પર ઘણો મોટો પ્રભાવ પાડ્યો છે. સમય જતાં આંતરયમકવાળા દૂહાની રચના માટે “ફાગુ' શબ્દ પર્યાયરૂપ બની ગયો. એવી રચના માટે “ફાગની દેશી” અથવા “ફાગની ઢાળ', જેવાં નામ અપાવા લાગ્યાં, એટલે કે “ફાગની દેશી' એમ કવિએ લખ્યું હોય તો તે આંતરયમકવાળા દૂહાની જ રચના છે એવી માન્યતા રૂઢ થઇ ગઇ. અલબત્ત, આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે ફાગુકાવ્યના દૂહામાં આંતરયામકની રચના અનિવાર્ય ગણાતી નહોતી. પાકૃત નેમિનાથ ફાગુ' તથા અજ્ઞાત કવિત “વસંત ફાગુ', મોહિની ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં આંતરયામકની રચના નથી. બીજી બાજુ એવાં ફાગુકાવ્યો પણ લખાયાં કે જેમાં ફાગુની દેશી હોય અને છતાં એમાં વસંતવર્ણન ન હોય.
ફાગુકાવ્યોમાં વિવિધ કથાનકોનું નિરૂપણ કરવાને કારણે કાવ્યરચના સુદીર્ઘ બનતાં, નિરૂપણમાં વૈવિધ્ય લાવવાની દષ્ટિએ કેટલાક કવિઓ દૂહા અથવા ફાગુની દેશી ઉપરાંત ચરણાકુલ, કુંડળિયો, રાસક, અંદોલા, અઢયા, કવિત (શાર્દૂલવિક્રીડિત) ઇત્યાદિમાં કેટલીક કડીઓની રચના કરવા લાગ્યા. ભ્રમરગીતા, રાજગીતા, બ્રહ્મગીતા વગેરે “ગીતા” નામધારી રચનાઓમાં કવિઓએ ફાગુની દેશી ઉપરાંત અન્ય છંદોનો પણ ઉપયોગ કર્યો છે.
દૂહો દીર્ધ લયથી લલકારી શકાય એવો છંદ હોવાથી ક્યારેક કવિઓ અને ક્યારેક ગાયકો પંક્તિ શરૂ કરતાં પહેલાં “અહે...', “એ...', “અરે...”, “અહ...” વગેરે પાદપૂરકો ઉચ્ચારે છે. પછી તો કવિઓ પણ એવા પાદપૂરકોવાળી રચના કરવા લાગ્યા. સમુધરકૃત નેમિનાથ ફાગુ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ', ગુણચંદ્રસૂરિકૃત ‘વસંત ફાગુ', અજ્ઞાત કવિત “હેમરત્નસૂરિ ફાગ” વગેરેમાં આવાં પાદપૂરકો જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org