________________
ફાગુનો કાવ્યપ્રકાર
૭૩
રહેતો ન હોવાથી કેટલાક એને “દૂહાની ચાલ' પણ કહે છે. વળી દૂહાની સાથે એટલી જ માત્રાનો સોરઠો અથવા રોળા છંદ ગાઈ શકાય છે. એટલે દૂહા અને રોળાની કડીઓમાં ફાગુકાવ્યની રચના આરંભકાળમાં થયેલી જોવા મળે છે. એક કડી દૂહાની અને બે, ત્રણ કે ચાર કડી રોળાની - એમ એક એકમ ગણીને એને “ભાસ' એવું નામ અપાયું. આરંભનાં ફાગુકાવ્યો આ રીતે ચાર, પાંચ કે વધુ “ભાસ'માં લખાયેલાં જોવા મળે છે.
બીજી બાજુ સળંગ દૂહાની કડીઓમાં પણ રચનાઓ થવા લાગી. આવી રચનાઓ પણ આરંભકાળમાં જ આપણને જોવા મળે છે. જિનપદ્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ', રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગુ', પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિ પાર્શ્વનાથ ફાગુ', અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ' જેવી ફાકૃતિઓની રચના “ભાસ'માં થયેલી છે, તો અજ્ઞાત કવિકૃત “જબૂસ્વામી ફાગ', મેરુનંદનકૃત
જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' જેવી કૃતિઓ ફક્ત દૂહાની સળંગ કડીઓમાં થયેલી છે. કવિ જયસિંહસૂરિએ તો નેમિનાથ વિશે એક ફાગુકાવ્યની રચના “ભાસ”માં કરી છે અને બીજી રચના સળંગ દૂહામાં કરી છે. આમ, એમણે બંને પ્રકારની રચનાનો પ્રયોગ કર્યો છે. ભાસરચનાની શૈલી આરંભના સૈકામાં જોવા મળે છે, પરંતુ પછીથી દૂહાની સળંગ કડીઓવાળાં ફાગુમાવ્યો જ વિશેષ પ્રચલિત બન્યાં હતાં.
ફાગુકાવ્યમાં સાદા દૂહાને વધુ રળિયામણો બનાવવા માટે અંત્યાનુ પ્રાસ ઉપરાંત આંતરયામકની યોજના આવી. આ આંતરયમકથી અલંકૃત થયેલા દૂહની શોભા ખરેખર વધી. શબ્દો કે અક્ષરોને અર્થફર સાથે બેવડાવવાથી દૂહો વધુ આસ્વાદ્ય બન્યો અને કવિઓને પણ પોતાનું શબ્દપ્રભુત્વ દાખવવાની તક મળી. આથી આંતરયમકવાળા દૂહા વધુ લોકપ્રિય અને કવિપ્રિય બન્યા. “વસંતવિલાસ' જેવી શ્રેષ્ઠ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org