________________
૭૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧
આવે તો રસભંગ થતો નથી કે સાતત્ય તૂટતું નથી. શ્લોકો કાઢી લીધા પછી પણ મૂળ કાવ્યનો રસાસ્વાદ સાવંત માણી
શકાય છે. “વસંતવિલાસ” એનું સુપ્રસિદ્ધ ઉદાહરણ છે. (૫) કેટલીક કૃતિઓમાં શ્લોક-રચના બે કડીઓ વચ્ચેના અનુ
સંધાનરૂપ છે અને કાવ્યાસ્વાદમાં તે અનિવાર્ય છે. કવિએ પોતે જ એવી રચના કરી છે એવું ત્યાં સ્પષ્ટ જણાય છે. આવી શ્લોકરચના એવા કવિઓ જ કરી શકતા કે જેઓ પોતે સંસ્કૃતના
પંડિત હોય અને કવિતાકલામાં કુશલ હોય. (૬) કેટલીક કૃતિઓમાં શ્લોકરચના કવિએ પોતે ન કરી હોય, પણ
એની હસ્તપ્રત તૈયાર કરતી વખતે લહિયા દ્વારા કે પઠન
કરનાર અન્ય કોઈ દ્વારા તે ઉમેરાઈ હોય. આમ “નેમીશ્વરચરિત ફાગબંધ', “દેવરત્નસૂરિ ફાગ', “રંગસાગર નેમિફાગ', “વસંતવિલાસ', “નારાયણ ફાગુ' વગેરે કેટલાંક ફાગુકાવ્યોમાં સંસ્કૃતાદિ ભાષામાં સંમતિસૂચક, અર્થસંવર્ધક કે પુષ્ટિકારક શ્લોકરચના જોવા મળે છે, જે કવિની તથા કાવ્યરસિકોની વિદગ્ધતાની સાક્ષી પૂરે છે અને કાવ્યાસ્વાદને વધુ રુચિકર બનાવે છે.
વસંતઋતુ, વસંતક્રીડા, વનવિહારનું નિરૂપણ અને તે નિમિત્તે સંયોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ એ ફાગુકાવ્યનો મુખ્ય વિષય છે. વસંતના અર્થમાં જ “ફાગુ' શબ્દની સાર્થકતા છે. કેટલાંક ફાગુકાવ્યોનાં તો નામ જ “વસંત' શબ્દવાળાં છે, જેમાં “વસંતવિલાસ' સુખ્યાત છે. કેટલાયે કવિઓએ પોતાની કૃતિમાં “વસંત'નો સ્પષ્ટ નિર્દેશ પણ ર્યો છે. ઉ. ત. પહુતીય શિવરતિ સમરતિ, હિલ રિતુતણીય વસંત.
(વસંતવિલાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org