________________
ફાગુનો કાવ્યપ્રકાર
શી
ગાઈનું માસ વસંત હઉ, ભરોસર નરવિંદો.
(ભરતેશ્વર ચક્રવર્તી ફાગ)
મધ માધવ રિતિ કામનિ કંત, રતિપતિ રમી રાઉવસંત.
(ચુપઇ ફાગ)
ફાગુ વસંતિ જિ એલઇ, બેલઈ સગુન નિશાન.
(જંબુસ્વામી ફાગ) કેટલાંક કામુકાવ્યોમાં કેવળ વસંતઋતુ અને વાસંતિક ક્રીડાઓનું જ નિરૂપણ થયેલું છે, પરંતુ આ કાવ્યપ્રકારના આરંભકાળથી જ એમાં કથાનકોનું આલંબન લેવાતું રહ્યું છે. નેમિનાથ અને સ્થૂલિભદ્રના વૃત્તાન્તના નિમિત્તે વસંતવર્ણન (ક વર્ષોવર્ણન) એમાં આલેખાયું છે. ફાગુકાવ્યોમાં એમ ઉત્તરોત્તર વર્ય વિષયની સીમા વિસ્તરતી ગઈ છે. નેમિનાથ ઉપરાંત આદિનાથ, વાસુપૂજ્ય, શાન્તિનાથ, પાર્શ્વનાથ વગેરે તીર્થકરો, ગણધર ભગવંત ગૌતમસ્વામી, કેવલી ભગવંત જબુ સ્વામી તથા જિનચંદ્ર, ધર્મમૂર્તિ, સુમતિ સુંદર, કીર્તિરત્ન, હેમવિમલ, પુણ્યરત્ન, પદ્મસાગર, હીરવિજયસૂરિ વગેરે ગુરુભગવંતો તથા રાણકપુર, ચિતોડ, ખંભણવાડા, જીરાપલ્લી વગેરે તીર્થો વિશે પણ ફાગુકાવ્યો લખાયાં છે. વળી, રૂપકશૈલીનાં આધ્યાત્મિક ફાગુકાવ્યો પણ લખાયાં છે અને લોકકથા પર આધારિત ફાગુકાવ્યો પણ લખાયાં છે. પાંચસાત કડીથી માંડીને ત્રણસો કડીથી મોટાં ફાગુકાવ્યોની રચના થયેલી છે. દોઢસો જેટલાં જે ફાગુમાવ્યો હાલ ઉપલબ્ધ છે, તેમાં જૈન સાધુ કવિઓને હાથે જૈન વિષય પર લખાયેલાં ફાગુકાવ્યો મુખ્ય છે. શ્રીકૃષ્ણ વિષયક વૈષણવ પરંપરાનાં ફાગુકાવ્યો, “નારાયણ ફાગુ' કે “હરિવિલાસ ફાગુ' જેવાં ફાગુકાવ્યો પ્રમાણમાં જૂજ જ છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુ કવિઓએ રાસ, પ્રબંધ, ચોપાઈ, વિવાહલ, ફાગુ, બારમાસી, સ્તવન, સક્ઝાય, છંદ, છત્રીસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org