________________
૭૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
પદ વગેરે વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ કરી છે. આ બધા પ્રકારોમાં કેટલાક આજ પણ ગવાતા રહેલા છે. એ પ્રકારોમાં સ્તવન મુખ્ય છે. મધ્યકાળમાં જૈન કવિઓને હાથે લખાયેલાં સ્તવનોની સંખ્યા ત્રણ હજારથી પણ વધુ છે અને એમાંનાં કેટલાંયે સ્તવનો, વિશેષતઃ યશોવિજયજી, આનંદઘનજી અને દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો અદ્યાપિ પર્યત રોજેરોજ ગવાતાં રહ્યાં છે. કેટલાંયે સ્તવનો કાવ્યરચનાની દષ્ટિએ પણ ઉત્તમ કોટિનાં છે. તદુપરાંત જૈન કવિઓનું મોટું યોગદાન તે રાસાસાહિત્યનું અને ફાગુસાહિત્યનું છે.
રાસ અને ફાગુ એ બંને કાવ્યપ્રકારો સહોદર જેવા ગણાયા છે. નાની રાસકૃતિ અને સુદીર્ઘ ફાગુકાવ્ય એકબીજાની સીમાને સ્પર્શે છે. વસંતઋતુના વર્ણનવાળો રાસ અથવા વસંતઋતુમાં ગવાતો રાસ તે ફાગુ એમ કોઈ કહી શકે એટલા પરસ્પર નજીક આ બંને કાવ્યપ્રકારો આવેલા છે. રાસ પણ ગવાતા અને રમાતા. ફાગુકાવ્યો પણ ગવાતાં અને રાસની જેમ વર્તુળાકારે દાંડિયા વડે ખેલાતાં. રાસમાં નૃત્યની દષ્ટિએ તાલારામ અને લકુટારાસ એવા બે પ્રકારના ઉલ્લેખો મળે છે. તાલારાસ એટલે તાળી વડે રમાતો રાસ. સંસ્કૃત લકુટ એટલે દંડ, દાંડિયો. લકુા રાસ એટલે દાંડિયા વડે રમાતો રાસ. (દાંડિયા માટેનો લકુટી શબ્દ, કુનો લોપ થતાં અને ટનો ડ થતાં, સામ્યને કારણે વખત જતાં અશ્લીલતામાં સરી પડ્યો અને નિષિદ્ધ થઈ ગયો.) એવી રીતે ફાગુ પણ તાળી સાથે અને દાંડિયા સાથે રમાતાં અને ગવાતાં. આવા સમૃદ્ધ રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યની ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી તુલના થઈ શકે છે.
મધ્યકાલીન ગૂર્જર સાહિત્યમાં ઋતુવર્ણનનાં કાવ્યોમાં ફાગુ ઉપરાંત બારમાસી નામનો પ્રકાર જોવા મળે છે. ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન કવિઓને હાથે લખાયાં છે, જ્યારે બારમાસી પ્રકારનાં કાવ્યો જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org