________________
ફાગુનો કાવ્યપ્રકાર
૭૮
જૈનેતર એમ બંનેને હાથે ઠીક ઠીક પ્રમાણમાં લખાયાં છે. અલબત્ત સંખ્યાની દષ્ટિએ ફાગુકાવ્યો બારમાસી કરતાં વધુ લખાયાં છે. ફાગુ કાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું (ક્યારેક અપવાદરૂપે વર્ષાઋતુનું વર્ણન થયેલું છે. બારમાસીમાં એનું નામ સૂચવે છે તે પ્રમાણે બાર મહિનાનું (અધિક માસ હોય તો તેર મહિનાનું) ક્રમાનુસાર વર્ણન હોય છે. એમાં આરંભ કાર્તિક માસથી જ કરવાનું અનિવાર્ય નથી. બારમાસી કાવ્યપ્રકાર કદમાં નાનો અને ઊર્મિપ્રધાન છે. પ્રત્યેક માસની ઓછામાં ઓછી એક કડી એમ બાર કડીથી માંડીને ૭૨ કડી કે તેથી વધુ લાંબા કાવ્યો લખાયાં છે. એમાં સામાન્ય રીતે વિરહિણી નાયિકાની ઉત્તરોત્તર વધતી જતી વિરહવ્યથાનું, વિપ્રલંભ શૃંગારનું, તે તે મહિનાની લાક્ષણિકતા સાથે નિરૂપણ હોય છે. કોઈક સુખાત્ત બારમાસીમાં અંતે નાયક-નાયિકાનું મિલન વર્ણવાય છે. ફાગુકાવ્યમાં મુખ્યત્વે વસંતઋતુનું જ વર્ણન કરવાનું હોવાથી અને એમાં કડીઓની કોઇ મર્યાદા ન હોવાથી સવિગત નિરૂપણ કરવાનો કવિને સારો અવકાશ સાંપડે છે. બારમાસી મુખ્યત્વે ઊર્મિપ્રધાન કાવ્ય છે, જ્યારે ફાગુમાં કવિ કથાનકનું સવિગત નિરૂપણ કરી શકે છે. આમ ફાગુ અને બારમાસી વચ્ચે આવો કેટલોક મહત્ત્વનો તફાવત છે. અલબત્ત, કોઈક અજ્ઞાત કવિએ તો પોતાના “નેમિનાથ ફાગુ'માં, બારમાસી અને ફાગુનો સમન્વય કરીને, એમાં બારમાસી પણ ગૂંથી લીધી છે. કવિઓને કોણ રોકી શકે? નિશા વય |
વસંતઋતુનું વર્ણન કરતો, પણ ફાગુકાવ્ય કરતાં કદમાં નાનો એવો “ધમાલ' નામનો એક કાવ્યપ્રકાર મધ્યકાલીન સાહિત્યમાં વિકાસ પામ્યો હતો. “ધમાલ ખાસ વસંતઋતુમાં ગાવા માટે લખાયા હતા. ધમાલ (અથવા “માલ”) નામ જ સૂચવે છે તે પ્રમાણે એમાં ગાવા સાથે વાજિંત્રોનો કલનાદ પણ એટલો જ મહત્ત્વનો છે. ઢોલ, ચંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org