________________
નિવેદન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયેલા મારા લેખોનો એક વધુ સંગ્રહ “સાંપ્રત સહચિંતન-ભા અગિયારમો પ્રકાશિત થાય છે. આઝાદી પૂર્વે, મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠ, કશી પણ જાહેરખબર લીધા વિના શરૂ થયેલા વૈચારિક મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને ૬૦ વર્ષ હવે પૂરાં થાય છે. છેલ્લાં સોળ વર્ષથી એના તંત્રી તરીકે વિવિધ વિષયો પર તંત્રીલેખો લખવાનું મારે પ્રાપ્ત થયું છે. આથી “સાંપ્રત સહચિંતન'ના સંગ્રહોમાં સાહિત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ વિશેના લેખો ઉપરાંત અંજલિલેખો જેમ જેમ લખાતા-છપાતા ગયા તેમ તેમ ગ્રંથરૂપે પ્રકાશિત થતા ગયા છે. ભવિષ્યમાં આ બધા લેખોનું વિષયવાર વર્ગીકરણ કરીને જુદા જુદા સંગ્રહો પ્રગટ કરી શકાય.
“સાંપ્રત સહચિંતન'ના આ અગિયારમા ભાગમાં “બૌદ્ધ ધર્મ અને એન.સી.સી.' વિશેના લેખો પણ સમાવી લીધા છે, કારણ કે ધમાં વર્ષો પહેલાં પરિચય પુસ્તિકારૂપે છપાયેલા એ લેખો સુલભ રહ્યા નથી.
આ ગ્રંથના પ્રકાશન માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો હું ઋણી છું. મુદ્રણકાર્ય માટે “મુદ્રાંકન'ના માલિક શ્રી જવાહરભાઈનો તથા ડૉ. શિવલાલ જેસલપુરા અને શ્રી ગિરીશ જેસલપુરાનો પણ હું આભારી છું. ચૈત્ર સુદ, સં. ૨૦૫૫
પ ૨મણલાલ ચી. શાહ તા. ૧૮-૩-૯૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org