________________
કચરો વીણનારા
૩પ
રોજેરોજ કાગળિયાં વીણનારા માણસો સામાજિક દષ્ટિએ ઉપકારક પણ છે. નગરોની સ્વચ્છતામાં તેમનો ફાળો હોય છે, (તેઓ પોતાના વિસ્તારમાં ગંદકી કરે તેની વાત જુદી છે) પણ તદુપરાંત પર્યાવરણની દષ્ટિએ પણ તેઓ ઉપયોગી કામ કરે છે. ધનાઢ્ય દેશોમાં Recyclingનો પ્રચાર તો હવે ચાલુ થયો, પણ આપણાં દેશમાં તો પહેલેથી જ એ ચાલે છે. કાગળિયાં વીણનારાઓને કારણે કાગળ, પૂઠાં વગેરે બનાવનારી મિલોને આવો કાચો માલ સસ્તા ભાવે મળે છે અને એથી જંગલનાં વૃક્ષો ઓછાં કપાય છે.
સમૃદ્ધ રાષ્ટ્રોમાં રસ્તાઓ એટલા બધા સ્વચ્છ હોય છે કે એક - ચબરખી જોવા ન મળે. કાગળિયાં વીણવાનો વ્યવસાય કરનારા ત્યાં
ભૂખે મરે. આપણે ત્યાં રસ્તામાં ગમે ત્યાં કાગળનો કચરો ફેંકવાની ટેવને લીધે લાખો લોકોને આજીવિકા મળે છે. એથી એવો કુતર્ક કરવાનો નથી કે કરુણાભાવથી વધુ કચરો રસ્તામાં નાખીએ તો વધુ લોકોને કમાણીનું સાધન મળે, કારણ કે અસ્વચ્છતાના બીજા અનર્થો ઘણા છે. વર્તમાન સમયમાં તો એક અનિષ્ટ આવશ્યકતા (Necessary Evi) તરીકે જ એનો વાસ્તવિક સ્વીકાર કરવો પડે છે. એની હિમાયત ન થઈ શકે. વસ્તુતઃ રસ્તાઓ સ્વચ્છ હશે તો ગંદકી, માંદગી નહિ થાય અને કચરો વીણનારને બીજો વ્યવસાય મળી રહેશે.
કાગળિયાં વીણનારા ઘણું ખરું સવારમાં નીકળી પડતા હોય છે. રસ્તાઓ પર અને શેરીઓમાં નગરપાલિકાના ઝાડુવાળા કર્મચારીઓ કચરો સાફ કરી નાખે એ પહેલાં તેઓ નીચું જોતાં જોતાં ચક્કર મારી લે છે કે જેથી છૂટાછવાયાં પડેલાં કાગળિયા હાથ લાગી જાય.
પોતાનો કોથળો ભરાય એટલે એક ચક્કર પૂરું થાય. જો કોઈ સાચવનાર હોય તો પોતાના મુકામે કોથળો મૂકીને બીજો કોથળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org