________________
૩૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
હોવાથી કચરામાં નખાતાં જોઇને જીવ બળે. કાચની કે પ્લાસ્ટિકની બાટલીઓ, ખોખાં, રાચરચીલું, અરે, જૂની મોટરકાર સુદ્ધાં કચરામાં નાખી દેવાય છે. પણ તેઓનો સૌથી મોટો કચરો કાગળનો હોય છે. હવે ત્યાં પર્યાવરણની દૃષ્ટિએ જાગૃતિ આવી છે. Recyclingનો કચરો જુદો એકઠો થાય છે. તેમ છતાં પાર વગરનો કાગઝી ક્ચરો ધનાઢ્ય દેશોમાં દરિયામાં કે અન્યત્ર ઠલવાય છે. ત્યાં કચરો કાઢનારા બધા જ હોય છે, કચરો વીણનારા કોઇ નથી હોતા, કારણ કે ત્યાંનું જીવનધોરણ એટલું સમૃદ્ધ છે. કચરો વીણનારા મુખ્યત્વે અર્ધવિકસિત દેશોમાં જોવા મળે છે.
કચરો વીણનારાઓમાં મુખ્યત્વે તો કાગળિયા વીણનારા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં પ્લાસ્ટિકની કોથળીઓ, ખાલી બાટલીઓ, ઇલેક્ટ્રિક વાયરના ટુકડા, ચીંથરાં, લોખંડ, પિત્તળ અને અન્ય ધાતુઓનાં ભંગાર પણ વીણે છે. સાંજે તેઓ પોતાની વીણેલી વસ્તુઓ છૂટી પાડે છે અને પસ્તીવાળા, રદ્દી કાગળવાળા, ભંગારવાળાને તેઓ વેચી આવે છે.
કચરો વીણનારાઓમાં છેલ્લા કેટલાક વખતથી કાગળિયાં વીણનારાનો વ્યવસાય ઠીક ઠીક ફેલાયો છે. ભારતમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે આવા વ્યવસાય તરફ એવા માણસો ખેંચાય એ સ્વાભાવિક છે. જૂની પસ્તીનો વેપાર કરનારની વાત જુદી છે. આ તો રસ્તામાં કચરા તરીકે પડેલાં કાગળિયાં વીણનારાની વાત છે. ફક્ત મુંબઇ શહેરમાં જ દોઢ લાખથી વધુ માણસો આવું કામ કરે છે. એમાં ગરીબ સ્ત્રીઓ પણ છે અને કુમળી વયના છોકરાઓ પણ છે. મુંબઇ ઉપરાંત દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરો અને નાનાં નાનાં નગરોમાં પણ ખભે કોથળો લઇને નીકળી પડેલ માણસો જોવા મળે છે. ભારત જેવા અર્ધવિકસિત દેશમાં લાખો માણસો ચીથરાં-કાગળિયાં વીણનાર (Rag-Pickers) તરીકે કામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org