________________
૩૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧
લઈને તે નીકળી પડે છે. કેટલાક વીણનારા દિવસ દરમિયાન ફક્ત એક ચક્કર લગાવે છે. કેટલાક બે કે ત્રણ ચાર ચક્કર લગાવે છે. કોથળો ભરાતાં તેઓ એવી રદીનો વેપાર કરનારને વેચી આવે છે. કેટલાક એટલી આવકથી સંતોષ માને છે, તો કેટલાક મજૂરીના પ્રકારનું બીજું પરચુરણ કામ પણ કરી લે છે.
કચરો વીણનારાને પણ વર્ષાઋતુમાં ઓછી આવક મળે છે. કાગળો ભીના થઈ જાય છે. બીજો કચરો પણ ભીનો થઈ ગયો હોય તો કામમાં આવતો નથી. એવે વખતે રાતના આશ્રયનો પ્રશ્ન પણ ઊભો થાય છે. પોતાનું ઠામઠેકાણું ન હોવાથી આવા કેટલાક લોકો વર્ષાઋતુમાં સ્થળાંતર કરી જાય છે. કેટલાક પોતાના વિસ્તારમાં જ બીજું કોઈક કામ શોધી લે છે જે વર્ષાઋતુમાં જ પ્રાપ્ત થતું હોય છે.
કચરા સાથે કામ પાડનાર વ્યક્તિ જો તદ્દન તંદુરસ્ત હોય તો પણ માંદી પડી જવાનો સંભવ છે, તો પછી જેઓને પૂરતો પોષક ખોરાક મળતો નથી અને જેઓને આરોગ્ય વિશે કશી ગતાગમ નથી એવા લોકો અવારનવાર માંદા પડે તેમાં નવાઈ શી ? માંદા પડે ત્યારે દવાના પૈસા તો હોય નહિ, એટલે આવા લોકો થોડા દિવસ પડ્યા રહે છે અને સાજા થાય એટલે ફરી પાછા કામે લાગી જાય છે.
કાગળિયાં વીણીને રોજી મેળવનારા નાની વયના છોકરાઓની પણ એક જુદી જ દુનિયા છે. તેમના જીવન અને કાર્યનો અભ્યાસ યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્રના અને સમાજકાર્યના વિભાગો તરફથી થાય છે અને તેઓના અહેવાલો અને ભલામણો નગરપાલિકા કે સરકારી ખાતાઓને સોંપાય છે અને તેના અમલ દ્વારા કેટલાક સુધારા પણ થાય છે.
ગરીબ, અભણ અને લાચાર માણસો કચરો વીણવાનો ધંધો કરતા હોવાથી તેમનો કચરો લેનાર વેપારીઓ પણ તેમનું શોષણ કરે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org