________________
કચરો વીણનારા
૩૭
સ્વાભાવિક છે. ક્યારેક વજનમાં કે ભાવમાં પણ છેતરપિંડી થાય છે. કચરો વીણનારાઓ તો વેપારી આપે તે રકમ લઈ લેતા હોય છે. હિસાબ કરતાં તેઓને આવડે નહિ, પણ કેટલાકને અંદાજે સમજ પડે છે. તેમને સરખો વ્યાજબી ભાવ આપે અને બિલકુલ છેતરપિંડી ન કરે, એવા પણ કેટલાક વેપારીઓ હોય છે. જ્યાં વિશ્વાસ બેસે ત્યાં જ કાગળિયાં આપનારા વારંવાર જાય છે. વખત જતાં એકબીજાથી પરિચિત પણ થઈ જાય છે.
કચરો વીણનારા લોકો વર્ષો સુધી એ જ કામ કર્યા કરે એવું બનતું. નથી. અડધાથી વધુ લોકોને પોતાનું આ કામ ગમતું નથી. મનથી તે નારાજ હોય છે, પણ લાચારીથી તે કરવું પડે છે. તેમને પ્રતિષ્ઠાનો કોઈ પ્રશ્ન હોતો નથી, પણ કામ જ ન ગમે એવું હોય છે. બીજી જરાક સારી તક મળતાં તેઓ ચાલ્યા જાય છે. ક્યારેક સામાન ઊંચકવાની મજૂરીનું કામ, રેલ્વે, બસ સ્ટેશન કે શાક મારકીટ કે એવા કોઈ સ્થળે મળતાં કે હોટેલમાં વાસણ ધોવાનું કામ મળતાં તેઓ તે તરફ વળી જાય છે. ઓછી અક્કલવાળા, શારીરિક ખોડવાળા, માનસિક ગ્રંથિવાળા કેટલાક આવા વ્યવસાયમાં વધુ ટકે છે. રોજે રોજ કચરો વીણનારા તરીકે કામ કરી અનિશ્ચિત આવક મેળવવા કરતાં નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે નોકરી મળી જાય તો તે તેમાં જોડાઈ જાય છે, તો કેટલાકને પોતાના કામધંધામાં મળતી સ્વતંત્રતા વધુ વહાલી લાગે છે.
વાસ્તવિકતાનો સ્વીકાર કરીને, વર્તમાન પરિસ્થિતિને વધુ સારી કેમ કરી શકાય એ વિશે સરકારે અને સેવાભાવી સંસ્થાઓએ નક્કર વિચારણા કરવી ઘટે. કચરો વીણનારાઓનું વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા માટે પ્રયાસો થવા જોઈએ. કચરો વીણનારા બહુધા ઘરબાર વિનાના હોય છે. તેમને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળી રહે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org