________________
૮૭
दुक्करं करेउं तारुण्णे समणत्तणं ।
કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુ:ખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતાં ફરી તેમનામાં સાંસારિક ભાવો જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશેષ પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે.
બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકની એક પ્રકારની શક્તિ હોય તો કોઈકની અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એક સરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થ (પાસત્થા), (૨) અવસત્ર (ઓસન્નો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो । યુ-યુ-તિ--છે-વિ અવંMિા નિણવયંમ || (પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ-આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક-એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.)
પાસત્થા (પાર્શ્વસ્થ) એટલે બાજુમાં રહેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાર્થસ્થ. પાર્થસ્થના બે પ્રકાર છે સર્વ પાર્શ્વસ્થ અને દેશ પાર્શ્વસ્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org