________________
૮૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ (સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે)
अहिवेगंतदीट्ठीए चरिते पुत्त दुक्करे । जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ॥ (જમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્પની જેમ એકાન્તદષ્ટિથીએકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે.)
जहा भुयाहिं तरिउं दुक्करं रयणायरो । तहा अणुवसन्तेणं दुक्करं दमसागरो ॥ (જેમ ભુજાઓથી સમુદ્ર તરી જવો દુષ્કર છે તેમ ઉપશાન્ત નહિ થયેલા જીવ માટે સંયમરૂપી સાગર તરી જવો દુષ્કર છે.)
ઠેઠ પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઇત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગ સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાયે અજ્ઞાનથી, લાચારીથી, દુઃખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઇ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org