________________
બૌદ્ધ ધર્મ
ખાઇ-પીને આરામથી પડ્યા રહેવા માટે ઘણા ખોટા માણસો ભિક્ષુસંઘમાં ઘૂસી ગયા જેથી સંઘની પ્રતિષ્ઠા હલકી પડવા માંડી. બૌદ્ધ મઠો ભ્રષ્ટાચારનાં ધામ બનવા લાગ્યા. દરમિયાન બ્રાહ્મણ ધર્મનો પ્રભાવ બૌદ્ધ ધર્મ પર વધતો ગયો અને એના ક્રિયાકાંડો બૌદ્ધ ધર્મમાં પ્રવેશતા ગયા, પરિણામે બૌદ્ધ ધર્મનાં પોતાનાં વ્યક્તિત્વ અને પ્રભાવ ઘટતાં ગયાં. બીજી બાજુ બ્રાહ્મણ ધર્મ વ્યવસ્થિત અને સંગઠિત થતો ગયો. ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર તરીકે એણે સ્વીકાર્યા. એટલે પણ ઘણાં બૌદ્ધ ધર્મીઓ હિન્દુ થવા લાગ્યા. તદુપરાંત સાંખ્ય અને વૈશેષિક દર્શનોએ, શંકરાચાર્ય અને બીજા આચાર્યોએ બૌદ્ધદર્શન ઉપર ઘણાં આકરા પ્રહારો કર્યા. પરિણામે બૌદ્ધ ધર્મની નબળી પડતી ઇમારત ભારતમાં જમીનદોસ્ત થઇ ગઇ.
સમ્રાટ અશોકે અને એનાં પુત્ર-પુત્રીએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે વ્યવસ્થિત પ્રયાસ કર્યો તેને કારણે, મધ્યમ માર્ગના બોધને કારણે, મૈત્રી, પ્રેમ અને કરુણાની ભાવનાના સાર્વજનિક પ્રભાવને કારણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત બહારના દેશોમાં વધતો ગયો, સમગ્ર એશિયામાં ફરી વળ્યો અને સ્થિર થયો. અલબત્ત, સમયે સમયે અને સ્થળે સ્થળે તેમાં ઘણા ફેરફારો થઇ ગયા અને વખતોવખત તેને હટાવવા માટે તેના ઉપર સ્થાનિક વિપરીત અસરો પણ થઇ, છતાં એકંદરે તે ધર્મ આજ દિવસ સુધી દુનિયાના ઘણા દેશોમાં ટકી રહ્યો છે અને ક્યાંક પુનરુત્થાન પામ્યો છે જે એની મહત્તા દર્શાવે છે.
Jain Education International
૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org