________________
૬૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પ્રભાવ પણ સ્વીકાર્યો, અને એણે ભગવાન બુદ્ધની અને એમના અવતારોની પૂજા પણ સ્વીકારી. પરિણામે મહાયાનમાં ભક્તિના તત્ત્વનો પ્રવેશ થયો અને ભગવાન બુદ્ધની પ્રતિમાઓની પૂજા થવા લાગી. વળી, ભક્તિ દ્વારા પણ નિર્વાણ પાણી શકાય છે એ માન્યતા તેમાં દઢ થવા લાગી. માત્ર પોતે જ નિર્વાણ પામે તે અહિત કરતાં પોતાના નિર્વાણની સાથે જગતના અન્ય જીવોને પણ ઉપદેશ આપી નિર્વાણને પંથે દોરી જાય તે બોધિસત્વને તેઓ વધુ ચડિયાતા ગણી તેની પૂજા કરવામાં માને છે.
ઉત્તરકાળમાં આ બંને પંથોની એકબીજા ઉપર પુષ્કળ અસર થતી રહી અને બંનેએ એકબીજાની કેટકેટલીક બાબતો સ્વીકારી લીધી. આજે દુનિયામાં મહાયાન સંપ્રદાયનો પ્રચાર સૌથી વધારે છે.
બૌદ્ધ ધર્મની ચડતીપડતી : બૌદ્ધ ધર્મનો પ્રચાર ઉત્તરોત્તર વધતો ગયો કારણ કે એનો આર્ય અષ્ટાંગમાર્ગ, પંચશીલ, બ્રહ્મવિહાર વગેરેનો ઉપદેશ લોકોના હૈયામાં વસી જાય તેવો હતો. વળી એને સમ્રાટ અશોક, કનિષ્ક અને હર્ષવર્ધન જેવા બૌદ્ધધર્મી રાજાઓનો ઘણો મોટો ટેકો મળ્યો. પરંતુ હર્ષવર્ધનના સમય પછી બૌદ્ધ ધર્મની ભારતમાં પડતી થવા લાગી. રાજ્યાશ્રય ઓછો થવા લાગ્યો એ તો ખરું જ, પરંતુ બીજાં ઘણાં કારણોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. બૌદ્ધ ધર્મમાં હીનયાન અને મહાયાન વચ્ચેનો સંઘર્ષ તો ચાલ્યા જ કરતો હતો. સંઘનું વર્ચસ્વ ઘટતું હતું અને આચાર્યોની આપખુદ સત્તા વધતી જતી હતી. તઉપરાંત તેની પેટાશાખાઓમાં વિજયાનમાં તાંત્રિકવિદ્યાની સાથે ધર્મને નામે વ્યભિચાર અને અન્ય ભ્રષ્ટાચારો વધવા લાગ્યા. શ્રામણેર-શ્રામણેરીઓ ઉપરાંત ભિક્ષુ-ભિક્ષુણીઓમાં પણ શિથિલાચાર વધી ગયો. ભિક્ષુઓનો વિહાર ઓછો થવા લાગ્યો અને સ્થિરવાસ વધવા લાગ્યો. મફતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org