________________
બૌદ્ધ ધર્મ
૬૧
પાલિ ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ બૌદ્ધ ધર્મના ઘણાં ગ્રંથો લખાયા છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા, નેપાળ, તિબેટ, બ્રહ્મદેશ, મલાયા, સિયામ, જાવા, સુમાત્રા, ચીન, કોરિયા, જાપાન વગેરે ઘણા દેશોમાં થયો એટલે તે તે દેશોની ભાષામાં પણ સૈકાઓ પહેલાં બૌદ્ધ ગ્રંથોનું ભાષાન્તર થયેલું છે અને સ્વતંત્ર ગ્રંથોની રચના પણ થયેલી છે.
હીનયાન અને મહાયાન ધર્મનું ક્ષેત્ર જ એવું છે કે જેમાં સમય જતાં મતમતાંતર થયા વગર રહે જ નહીં. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી સો વર્ષે ભરાયેલી પહેલી ધર્મસંગીતિમાં બે પક્ષ પડી ગયા--સ્થવિરવાદી અને મહાસાધિક. એમાં પણ મતભેદ વધતા ગયા અને સમ્રાટ અશોકના સમયમાં મહાસાધિક સંપ્રદાયના અને સ્થવિરવાદી સંપ્રદાયના સર્વાસ્તિવાદી, સૌત્રાન્તિક, વિજ્ઞાનવાદી, ચૈત્યવાદી, ગોકુલિક વગેરે અઢાર પેટા સંપ્રદાયો થયા.
ઈ.સ.ની બીજી સદીમાં આ બધા સંપ્રદાયો મુખ્ય બે પંથમાં વહેંચાઈ ગયા--હીનયાન અને મહાયાન. હીનયાન શાખાનાં મૂળ સ્થવિરવાદી સંપ્રદાયમાં જોવા મળે છે. તેઓ ત્રિપિટકના મૂળ ઉપદેશ ચાર આર્યસત્ય, આર્ય અષ્ટાંગમાર્ગ, દશશીલ, બ્રહ્મવિહારને સ્વીકારે છે. ત્રિપિટક સિવાયના ગ્રંથોને તેઓ સ્વીકારતા નથી. તેઓ બુદ્ધની પ્રતિમાની પૂજા કરતા નથી. પરંતુ બુદ્ધના અવશેષો જેમાં રાખવામાં આવ્યા છે તે તૂપોની પૂજા કરે છે. તેઓ રૂઢિચુસ્ત છે અને સંઘને જ અને ગૃહસ્થ કરતાં ભિક્ષુક જીવનને વધુ મહત્ત્વ આપે છે. ભિક્ષુક બન્યા વગર નિર્વાણમામિ શકય નથી એમ તેઓ માને છે. મનુષ્ય પોતે નિર્વાણ પામી અહેતુ બનવું એને તેઓ ઉત્તમ ગણે છે.
મહાયાન શાખાનાં મૂળ મહાસાધિકના ચૈત્યવાસી સંપ્રદાયમાં રહેલાં મનાય છે. સમય અનુસાર નવા નવા ફેરફારને મહાયાન સ્વીકારતો ગયો અને એમ એનો વિસ્તાર થતો ગયો. મહાયાને બ્રાહ્મણ ધર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org