________________
૬૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ભિક્ષુઓને એકઠા કર્યા હતા. તેમાં શિષ્ય ઉપાલિને પૂછીને વિનયપિટકનો સંગ્રહ કરવામાં આવ્યો. તેવી રીતે શિષ્ય આનંદને પૂછીને સુત્તપિટક અને અભિધમપિટકનો સંગ્રહ કરવામાં આવ્યો.
બીજી ધર્મસંગીતિ ત્યારપછી લગભગ સૌ વર્ષે વૈશાલી નગરીમાં મળી હતી. એ સંગીતિમાં માત્ર વિનયપિટકના ગ્રંથોનો પાઠનિર્ણય થયો હતો. ત્રીજી ધર્મસંગીતિ સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્રમાં મળી હતી. ચોથ ધર્મસંગીતિ અશોકના પુત્ર મહામહેન્દ્ર સિંહલદ્વીપમાં (શ્રીલંકામાં) ભરી હતી. ત્યારપછી મહારાજા કનિષ્ક અને મહારાજા શીલાદિત્યે પણ ધર્મસંગીતિ ભરી હતી.
ત્રિપિટક ગ્રંથોમાં સૌથી પ્રાચીન સુત્તપિટક છે. એના પાંચ વિભાગ છે ઃ દીપનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય અને ખુદનિકાય. ખુદનિકાયના પંદર પેટાવિભાગ છે, જેમાં “ધર્મોપદ', “થેરગાથા', “ઘેરીગાથા”, “જાતક' વગેરેનો સમાવેશ થાય છે. ધમ્મપદ બૌદ્ધ ધર્મનો એક પ્રતિનિધિગ્રંથ છે કારણ કે એમાં એ ધર્મના સાર રૂપે વિષયવાર ઉપદેશ આપવામાં આવ્યો છે.
વિયનપિટકના પારાજિકા, પાચિત્તિયાદી, મહાવગ્ન, ચુલ્લવગ અને પરિવારપાઠ એ પાંચ વિભાગ છે. તેમાં ભિક્ષુઓ માટેના આચારના નિયમો આપવામાં આવ્યા છે. અભિધમપિટકના ધમ્મસંગણિ, વિભંગ, ધાતુકથા, કથાવત્યુ વગેરે સાત વિભાગ છે. તેમાં ઉપદેશ ઉપરાંત દાર્શનિક સિદ્ધાન્તોની છણાવટ કરવામાં આવી છે. ત્રિપિટક ઉપરાંત બૌદ્ધ ધર્મનું બીજું જે સાહિત્ય મળે છે તેમાં શ્રીલંકામાં સિંહલ ભાષામાં લખાયેલી “અકથા’ મુખ્ય છે. અકથા એટલે અર્થકથા. સૂત્રોનો ઉપદેશ રોચક બનાવવા માટે દાન્તરૂપે જે કથાઓ કહેવામાં આવતી તેનો સંગ્રહ તે અઢકથા. બુદ્ધઘોષાચાર્યે તેનું પાલિમાં ભાષાન્તર કર્યું તેથી તે સાહિત્યનો પણ ત્રિપિટકની જેમ આદર થયો.
Jain Education International
FOT
For Private & Personal Use Only
| IN
www.jainelibrary.org