________________
બૌદ્ધ ધર્મ
૫૯
એ ધ્યાની બુદ્ધ છે, અવલોકિતેશ્વર એ બોધિસત્ત્વ છે અને ગૌતમ બુદ્ધ એ માનુષી બુદ્ધ છે.
ત્રિપિટક ગ્રંથોમાં બુદ્ધની ત્રણ પ્રકારની કાયાનું--ધર્મકાય, રૂપકાય અને સંભોગકાયનું વર્ણન થયેલું, જેને ત્રિકાયવાદ કહેવામાં આવે છે. પ્રજ્ઞા પારમિતા એ બુદ્ધનો ધર્મકાય છે. ધર્મકાય અરૂપ, નિર્વિકાર, અતુલ્ય, સર્વવ્યાપી અને પ્રપંચરહિત છે. બુદ્ધનું શરણ લેવું એટલે બુદ્ધના ધર્મકાયનું શરણ લેવું. સંસારના કલ્યાણને માટે બુદ્ધ રૂપકાય કરે છે. એ એમની માત્ર લીલા હોય છે. બુદ્ધ રૂપકાય વડે અનેક પ્રકારનું રૂપ ધારણ કરી શકે છે. સંસારમાં ધર્મની પ્રતિષ્ઠા માટે સમયે સમયે બુદ્ધ રૂપકાય ધારણ કરીને અવતરે છે. બોધિસત્ત્વ પરિનિર્વાણ પામતાં સુધી લોકકલ્યાણ માટે પોતાનું જે દિવ્ય સ્વરૂપ ધારણ કરેલું તે સંભોગકાર્ય અથવા વિપાકકાય. એમાં બુદ્ઘના ધર્મકાયનો સત્, ચિત્, આનંદ, કરુણા ઇત્યાદિના રૂપમાં વિકાસ હોય છે. બૌદ્ધ ધર્મના ગ્રંથો
ભગવાન મહાવીરની જેમ ભગવાન બુદ્ધે પણ લોકો સમજી શકે એ માટે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. એથી બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથો તે સમયની જૂની પ્રાકૃત ભાષા માગધી અથવા પાલિમાં લખાયેલા છે. એ ધર્મગ્રંથોનું નામ છે ત્રિપિટક, પિટક એટલે પેટી અથવા ટોપલી. ત્રણ પિટકનો સમૂહ તે ત્રિપિટક. એ ત્રણ પિટક તે સુત્તપિટક, વિનયપિટક અને અભિધર્મપિટક. ત્રિપિટકની શ્લોકસંખ્યા લગભગ ત્રણ લાખ જેટલી થાય છે.
ભગવાન બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુ રાજાના સમયમાં રાજગૃહી નગરીમાં ભરાયેલી પહેલી સભા, જેને ધર્મસંગીતિ કહેવામાં આવે છે તેમાં ભગવાન બુદ્ધના ઉપદેશનો આ રીતે ત્રણ પિટકમાં સંગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે મહાકશ્યપે પાંચસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org