________________
૫૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આ ઉપરાંત ભગવાન બુદ્ધનાં કેશ, દાંત, અસ્થિ વગેરે ભારતમાં અને ભારત બહાર જુદે જુદે સ્થળે દાટી એના ઉપર સૂપ બનાવવામાં આવ્યા અથવા બોધિવૃક્ષની ડાળ લઇ જઇ જ્યાં જ્યાં રોપવામાં આવી તે સ્થળો પણ યાત્રાનાં પવિત્ર સ્થળો મનાયાં. કેટલાંક સ્થળે પર્વતોમાં ગુફાઓ કોતરી ત્યાં સૂપ બનાવવામાં આવ્યા અને સાથે વિહારો માટે પણ ગુફાઓ કોતરવામાં આવી. ભારતમાં અને ભારત બહાર, વિશેષતઃ એશિયાના દેશોમાં આવાં ઘણાં યાત્રાધામ છે.
ભગવાન બુદ્ધને બોધિવૃક્ષ હેઠળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે એ જ્ઞાનનો ઉપદેશ આપી ધર્મચક્ર પ્રવર્તાવ્યું એટલા માટે બોધિવૃક્ષ અને ધર્મચક્રની પ્રતીક તરીકે પૂજા થવા લાગી. લાકડાનો એક સ્તંભ ઊભો કરી તેના ઉપર રેશમી વાવટ ચડાવવામાં આવે છે, જેમાં ૐ મળ ૫ જુન ! (વિશ્વરૂપી કમળમાં ભગવાન બુદ્ધરૂપી મણિ છે) એમ લખેલું હોય છે. તે બોધિવૃક્ષનું પ્રતીક ગણાય છે અને લાકડાનાં કે ધાતુનાં ચક્ર બનાવી તેના ઉપર મંત્રો કે ઉપદેશવચનો લખવામાં આવે છે. એ બોધિવૃક્ષની પૂજા કરી ચક્ર ફેરવવામાં આવે તો તેથી પુણ્ય થાય છે એમ માનવામાં આવે છે. તિબેટ, લડાખ વગેરેમાં સ્થળે સ્થળે જ્યાં જ્યાં બૌદ્ધ મંદિરો કે મઠો હોય છે ત્યાં આ જોવા મળે છે.
બૌદ્ધ ધર્મમાં, ખાસ કરીને એમાં મહાયાન પંથમાં ભગવાન બુદ્ધનાં વિવિધ સ્વરૂપોની પૂજા ચાલુ થઈ, જેમાં મુખ્યત્વે મંજુશ્રી, અવલોકિતેશ્વર અને વજપાણીના સ્વરૂપો છે. મંજુશ્રી એ ભગવાન બુદ્ધનું જ્ઞાનનું સ્વરૂપ છે જેમાંથી જ્ઞાનવિજ્ઞાનની બધી શાખાઓ પ્રગટ થઈ. આ જગતને અવલોકનાર સર્વશક્તિમાન બોધિસત્વ તે અવલોક્તિશ્વર છે. એમનું શક્તિરૂપી સ્વરૂપ તે વજૂ ધારણ કરનાર વજ્રપાણિ છે. બૌદ્ધ ધર્મમાં કેટલેક સ્થળે પાંચ ધ્યાની બુદ્ધ, પાંચ બોધિસત્ત્વ અને પાંચ માનુષી બુદ્ધની પૂજા થાય છે. તેમાં અમિતાભ અથવા અમિતાયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org