________________
दुक्करं करेउं तारुण्णे समणत्तणं ।
૮૯
સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ નિહાળી શકે છે. અન્ય ધર્મના સાધુ-સાધ્વીઓમાં પણ આ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેર પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી ચાલી છે અને ટી.વી. કે કોમ્પ્યુટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્પ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ સર્ચિંત રહે છે.
સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટુ જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે.
છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં ‘ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. ક્યારેય પરિણીત ન હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઇકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઇ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org