SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ૯૦ તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ ભોગવતા સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા તૈયાર હોય છે. યૌવનાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઇને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગૃત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોટું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે. યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દૃષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, વજ્રસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણ વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઇ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઇને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી. મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy