________________
૯૧
दुक्करं करेउं तारुण्णे समणत्तणं ।
બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્યવ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે.
આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો હજારો પ્રકારના હોય છે.
જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને વિગઈ' તરીકે ઓળખાવવામાં આવે છે. “વિગઈ' શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક . શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઈનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો જીવન પર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org