________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૧૧૭ માટે એમને અપાર લાગણી હતી. બાપુજીને જ્યારે ૮૦ વર્ષ થયાં ત્યારે પૂ.ચિદાનંદજીએ બાપુજી અને બાને ઋષિકેશ આશ્રમમાં બોલાવી ખાસ આશીર્વાદ આપ્યા હતા અને ત્યારે બાપુજીનું નામ “સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી અને પૂ. બાનું નામ એમણે “મૈત્રેયીદેવી' રાખ્યું હતું. એમાં આપણાં પૌરાણિક નામોની પૂરી સાર્થકતા રહેલી છે. બાપુજીએ ત્યારથી ભગવાં વસ્ત્ર ધારણ કર્યા હતાં.
ડૉ. અધ્વર્યુ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી' બન્યા, પરંતુ શિવાનંદ આશ્રમના અંતેવાસી હોવાથી અને સ્વામી શિવાનંદના શિષ્ય હોવાથી તેઓ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ વધુ જાણીતા રહ્યા હતા. - વીરનગરની હોસ્પિટલ દ્વારા તેમણે નેત્રયજ્ઞોનું વિવિધ સ્થળે, વિવિધ સંસ્થાઓને ઉપક્રમે આયોજન ચાલુ કર્યું અને એક મિશનરીની જેમ તેઓ ગરીબ દર્દીઓની સેવામાં લાગી ગયા. ચાર દાયકાથી અધિક સમય સુધી તેઓ આંખના ઓપરેશન મફત કરતા રહ્યા અને પોતે એકલા આશરે ત્રણ લાખથી વધુ ઓપરેશન કર્યા. સમગ્ર ભારતમાં આંખના કોઈ દાક્તરે આટલાં બધાં ઓપરેશન કર્યા નથી. (ડૉ. શિવાનંદ અધ્વર્યુ પછી બીજે નંબરે ચિખોદરાના ડૉ. રમણીકલાલ દોશી આવે કે જેમણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ઓપરેશન કર્યા છે અને હાલ ૮૦ વર્ષની વયે પણ રોજેરોજ સવારે ઓપરેશન કરતા રહ્યા છે.)
ડૉ. અધ્વર્યુ સાહેબે ક્રમે ક્રમે વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં નેત્રનિદાન શિબિરો અને નેત્રયજ્ઞો દ્વારા એવું સરસ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું કે જેથી રોજેરોજ નિશ્ચિત સ્થળે નિયમિત તારીખે એનું આયોજન ચાલ્યા કરે. પાળિયાદ, સાયલા, બાંટવા, શિવરાજગઢ, ધોરાજી વગેરે ભિન્ન ભિન્ન સ્થળે, દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોના સહયોગથી દર મહિનાની ચોક્કસ તારીખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org