________________
૧૧ ૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ વ્યાખ્યાનો સાંભળી તેઓ પ્રભાવિત થયા હતા. ઋષિકેશમાં તેમને આશ્રમ, ગંગામૈયાનો કિનારો અને સ્વામી શિવાનંદજીનું સાંનિધ્ય વગેરે એટલા બધાં ગમી ગયાં કે તેઓ ત્યાં વારંવાર જવા લાગ્યા અને પછી તો એવો રંગ લાગ્યો કે ૧૯૫૬માં એમણે સ્વામીજીની સલાહ અનુસાર સરકારી નોકરી છોડી દીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ, સંન્યાસ ધારણ કરી સ્વામીજીના શિષ્ય થઈ ગયા. એમનું નામ “શિવાનંદ' રાખવામાં આવ્યું. પોતાના ગુરુ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતીની આજ્ઞા અનુસાર એમણે ગૃહસ્થ જીવનમાં જ રહી, આંખના દાક્તર તરીકે જ સૌરાષ્ટ્રમાં આવી તબીબી ક્ષેત્રે લોકસેવાનું કાર્ય ચાલુ કર્યું. સાથે સાથે “દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી.
શ્રી વીરચંદ પાનાચંદ શાહે લોકસેવાનું જે સંગીન કાર્ય કર્યું હતું એથી પ્રેરાઈને સૌરાષ્ટ્ર સરકારે જામ સમઢિયાળાને નવું નામ આપ્યું “વીરનગર'. ડૉ. અધ્વર્યુ એમના સંપર્કમાં આવ્યા અને વીરનગરની હોસ્પિટલમાં જોડાઈ ગયા. શેઠ વીરચંદ પાનાચંદ બહુ ઉદાર મહાનુભાવ હતા. ડૉ. અધ્વર્યુ હંમેશાં એમની પ્રશંસા કરતાં થાકે નહિ.
ડૉ. અધ્વર્યુએ સંન્યાસ સ્વીકાર્યા પછી પોતાની અંગત કમાણી છોડી દીધી હતી. ૧૯૫૬માં તેઓ વીરનગર આવી ગયા અને શિવાનંદ મિશનના નામથી હોસ્પિટલ ચાલુ થઈ. ઉત્તરોત્તર આ હોસ્પિટલનો વિકાસ થતો રહ્યો અને ચાર દાયકામાં તો એણે દેશવિદેશમાં ખ્યાતિ મેળવી લીધી. હોસ્પિટલમાં હવે આશરે અઢીસો જેટલી પથારીની વ્યવસ્થા થઈ ગઈ. આંખના દર્દીઓ ઉપરાંત અન્ય રોગના દર્દીઓને પણ દાખલ કરવાનું ચાલુ થયું અને સૌથી મહત્ત્વનું બીજું એક કાર્ય ચાલુ થયું તે ચરસ-ગાંજો વગેરેના વ્યસનીઓને વ્યસનમુક્ત કરવા માટેના ઉપચારની સુવિધા પણ ત્યાં દાખલ કરવામાં આવી.
સ્વામી શિવાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા ત્યારપછી ઋષિકેશના શિવાનંદ આશ્રમનું સુકાન પૂ. સ્વામી ચિદાનંદજીએ સ્વીકાર્યું. બાપુજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org