________________
काले कालं समायरे ।
૧૭૩ ઊંઘવું એ બધી વિપરીત ક્રિયાઓનાં પરિણામ મનુષ્યને ભોગવવાં પડે છે. જ્યાં કાળની બાબતમાં માણસ નિયમિત છે ત્યાં પ્રકૃતિ પણ એને સહાય કરે છે. જલ, વાયુ, પ્રકાશ વગેરેના સહારે વ્યવસાય કરનારા ખેડૂત, નાવિક વગેરેને એનો અનુભવ હોય છે. Stike when the iron is hot 244191 Make hay when the sun shines જેવી કહેવતો પ્રચલિત છે.
જે માણસ સમયની બાબતમાં સભાન છે તે પોતાનાં કાર્યોનું આયોજન વ્યવસ્થિત રીતે કરી લે છે. વિશ્વના મહાપુરુષોના જીવનનો ઇતિહાસ જોઈએ તો જણાશે કે તેઓએ પોતાના સમયને બરબાદ કર્યો નથી. જેઓ સમય બરબાદ કરે છે તેઓ જીવનમાં અપેક્ષિત સિદ્ધિઓ મેળવી શકતા નથી. તેઓ મહાન બની શકતા નથી.
કાળ ધસમસતો જાય છે. એને અટકાવી શકાતો નથી. Time and Tide wait for none. જે માણસે અંગત જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તેણે કાળને વશ કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. સિદ્ધિની ટોચે પહોંચેલા માણસોના જીવનનો જો બરાબર અભ્યાસ કરીએ તો જોઈ શકાશે કે તેઓએ પોતાનાં વર્ષોનો હિસાબ બરાબર રાખેલો છે. ક્યારેક તો આશ્ચર્ય થાય કે આટલી નાની જિંદગીમાં આટલું બધું કાર્ય તેઓ કેવી રીતે કરી શક્યા હશે! વસ્તુતઃ કાળને બરાબર પરખવાવાળા કેટલાક મહાત્માઓ પચાસ-સાઠ વર્ષની જિંદગીમાં સો વર્ષ જેટલું કાર્ય કરી જાય છે. તેઓ સમય બગાડતા નથી એ તો ખરું જ, પણ ક્યારેક તો એક સાથે બે કે ત્રણ કામ કરતા હોય છે કે જે સાથે સાથે થઇ શકે. ગાંધીજી મુલાકાતીની સાથે વાતો કરતાં કરતાં રેંટિયો કાંતતા. એક સાથે બે કામ કરવાનો મહાવરો ઘણાંને હોય છે. અલબત્ત, એમ કરતી વખતે માણસની સ્વસ્થતા અને પ્રસન્નતા ન હણાવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org