________________
ફાગુનો કાવ્યપ્રકાર
૨૩
ફાગુ રે સુણતહ ગુણતહ, પાપુ પણાસઈ દૂરિ.
(જયસિંહરિત દ્વિતીય નેમિનાથ ફા
ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવ.
(જિનાં ગુરુ નવરંગ ફાગ)
શ્રી લક્ષમીવલ્લભ કો રચ્યો હી, ઇહુ અધ્યાત્મ ફાગ; પાવતુ પદ જિનરાજ કો હો, ગાવત ઉત્તમ રાગ.
(લક્ષ્મીવલ્લભકૃત “અધ્યાત્મ કાગ') આમ, મધ્યકાળમાં ગુજરાત અને રાજસ્થાનમાં પાંચ સૈકાથી પણ વધુ સમય સુધી પ્રચલિત રહેલા ફાગુના કાવ્યપ્રકારે કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓ દ્વારા સાહિત્યના ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે જનમનરંજનનું તેમજ સંસ્કાર-ઘડતરનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કર્યું છે, જે ઐતિહાસિક દષ્ટિએ પણ એટલું જ મહત્ત્વનું છે.
આપણું ફાગુસાહિત્ય ગૂર્જર ભાષાના વિકાસની દષ્ટિએ -- શબ્દભંડોળ, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો, વ્યાકરણ-વિષયક લાક્ષણિકતાઓ, વિશિષ્ટ પદાવલિઓ વગેરેની દષ્ટિએ અધ્યયન માટે વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org