________________
दुक्करं करेउं तारुण्णे समणत्तणं ।
--ભગવાન મહાવીર (યવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે.) છેલ્લા એક બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર માધ્યમો વધ્યાં છે અને સનસનાટભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જો • કે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઈષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે.
સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુતઃ જેમ ખોટા દાકતરો હોય છે, લેભાગુ ઇજનેરો હોય છે, અપ્રામાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ દરેક ક્ષેત્રે કેવી રીતે ઓછી બને તે જ સમાજે વિચારવાનું રહે છે.
જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પસાર થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુસંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org