________________
૮૨
- સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
જોર પકડતાં જતાં હતાં ત્યારે કેવળ શિખામણથી સન્માર્ગે ન વળનાર યુવા પેઢીને વિકલ્પ સારાં સુગેય ફાગુઓ આપીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુકવિઓએ કર્યું છે. ધર્મમાર્ગે વળેલા લોકો ચલિત ન થાય એ માટે અધ્યાત્મરૂપી હોળી-હોરી વધારે ચડિયાતી છે એ બતાવવા રૂપક શૈલીનાં ફાગુકાવ્યો પણ લખાયાં. વળી, જેમાં શૃંગારરસનું થોડુંક નિરૂપણ કરી અંતે સંયમનો મહિમા દર્શાવાય એવાં કથાનકો પસંદ થયાં. એમાં નેમિકુમાર અને રાજુલનું લોકપ્રિય પ્રેરક કથાનક સૌથી વધુ અનુકૂળ લાગ્યું. એથી એ વિશે સૌથી વધુ ફાગુકાવ્યો લખાયાં છે. તદુપરાંત સ્થૂલિભદ્ર અને કોશાનું કથાનક તથા જંબુસ્વામીનું કથાનક પણ લેવાયું છે. ફાગણ-ચૈત્રમાં તીર્થયાત્રા માટે નીકળતા સંઘોમાં પણ ધાર્મિક ફાગુ ગાવા-ખેલવાનું દાખલ કરાયું. પોતાના ગુરુભગવંતે સંયમની આરાધના કેવી સરસ કરી છે તથા કામવાસના પર એમણે કેવો સરસ વિજય મેળવ્યો છે એનો મહિમા બતાવવા માટે ગુરુભગવંત વિશે ફાગુકાવ્યો લખાયાં. બહાર ખાનગીમાં ગવાતાં હલકાં ફાગુઓ અને આ ફાગુઓ વચ્ચે કેટલો બધો તફાવત છે એ તેઓએ પોતાનાં ફાગુઓમાં બતાવ્યું અને સાચાં સારાં ફાગુકાવ્યોની ઉત્તમ ફલશ્રુતિ દાખવી છે. “વાસુપૂજ્ય મનોરમ કાગ'માં કવિ કલ્યાણે કહ્યું
ફાગ ફાગ પણ સરિષા નહી, છાસિ ધોલી નઈ દૂધ ધોલું સહી, જેવડું અંતર મેરુ સિરશવઇ, તિમ જિનગુણ અવર કથા કવ્યાં.
ફાગુકાવ્યની ફલશ્રુતિ બતાવતાં એનો આવો મહિમા ઘણા કવિઓએ ગાયો છે. એમાંથી થોડીક પંક્તિઓ જોઈએ :
એ ફાગુ ઉછરંગ રમઈ જે માસ વસંતે, તિણિ મણિનાણ પહાણ કિત્તિ મહિયલ પસરતે.
(કીર્તિરત્નસૂરિ ફાગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org