________________
ફાગુનો કાવ્યપ્રકાર
૮૧
ઓળંગી જઈને ઔચિત્યભંગ કરી બેસશે તે કહી શકાય નહિ. ખુદ નિરૂપણ કરનારને પણ એનો ખ્યાલ ન રહે. ઔચિત્યભંગ થતાં રસભંગ થાય છે. કાવ્યરસ અપરસમાં પરિણમે છે. વ્યાવહારિક જીવનમાં પણ શૃંગારરસની વાતોને એક સાંસ્કારિક મર્યાધિ હોય છે. મર્યાદાભંગ સામાજિક ટીકાર્નિદાને પાત્ર ગણાય છે. પરંતુ કામાતુરને ભય કે લજા હોતાં નથી. આથી જ શૃંગારરસનું નિરૂપણ કરતાં કેટલાંયે ફાગુકાવ્યો ઉઘાડા પૂલ શૃંગારરસમાં સરી પડવા લાગ્યાં. કેટલાકે ઇરાદાપૂર્વક એવું નિરૂપણ કર્યું છે. આવાં કાવ્યો જાહેરમાં નહિ પણ ખાનગીમાં વંચાય કે ગવાય. મધ્યકાળમાં “ગણપતિ ફાગુ અને એવાં બીજાં કેટલાંક અશ્લીલ ફાગુઓ લખાયાં છે, જે સામાજિક દષ્ટિએ નિષિદ્ધ ગણાયાં છે અને સાહિત્યિક દષ્ટિએ તેનું કશું મૂલ્ય
નથી.
હોળીના દિવસોમાં ઉલ્લાસના પ્રતીકરૂપે અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાવવાની, રંગ છાંટવાની કે રંગની પિચકારી છોડવાની પ્રથા છે. પરંતુ જ્યારે તે અધમતામાં સરી પડે છે ત્યારે લોકો છાણ અને કાદવનો પણ આશ્રય લે છે. હોળીના દિવસોમાં કેટલાક વર્ગોમાં ખાનગીમાં માંહોમાંહે અશ્લીલ ગાળો બોલવાની, અશ્લીલ કહેવતો કહેવાની કે ગીતો ગાવાની પ્રથા છે. તેવાં ચિત્રો પણ દોરાય છે અને નનામા અશ્લીલ પત્રો પણ લખાય છે. મધ્યકાળમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં હોળીના દિવસોમાં યુવાનોમાં અશ્લીલ ફાગ ગાવાની પ્રથા પ્રચલિત થઈ હતી, જે કેટલેક અંશે હાલ પણ પ્રચલિત છે. અમુક વિસ્તારમાં કે અમુક કોમના લોકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે જ અશ્લીલ ગાળ માટે “ફાગ' અને સભ્ય સમાજમાં જાહેરમાં ન ગાઈ શકાય એવા અશ્લીલ ફાગ માટે “બેફામ' જેવા શબ્દો રૂઢ થઈ ગયા છે. યુવાનોને બહાવરા બનાવનાર અને એમના માનસને અસંસ્કારી અને વિકૃત કરનાર આવાં ફાગુઓ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org