________________
ડૉ. શિવાનંદ અધ્વર્યુ
૧૧૧ બધી પ્રવૃત્તિઓ બાપુજીની સાથે ફરીને અમે નિહાળી. પૂ. બાને હૃદયરોગની થોડી તકલીફ થઈ હતી એની વાત પણ નીકળી. બાનું સારું સ્વાથ્ય જોઇને અમને આનંદ થયો. તેઓ બધાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋષિકેશમાં દિવાળી કરવા માટે થોડા દિવસમાં નીકળવાનાં હતાં તેની પણ વાત થઈ. દિવાળી પછી બાપુજી મુંબઈ આવવાનું વિચારતા હતા અને ત્યારે અમારા ઘરે પધારવા માટેની અમારી વિનંતી સ્વીકારી હતી.
અમે મુંબઈ આવ્યા પછી બાપુજીનો પત્ર આવ્યો હતો. એમાં અમારી વીરનગરની મુલાકાત માટે એમણે આનંદ વ્યક્ત કર્યો હતો. પણ સાથે એમાં એક વાક્ય લખ્યું હતું કે પોતાનો જીવનદીપ હવે બુઝાઈ જવાની તૈયારીમાં છે. બાપુજીને વીરનગરમાં સ્વસ્થપણે હરતાફરતા જોયા પછી એમનું આ વાક્ય અમને એટલું ગંભીર લાગ્યું નહોતું, પરંતુ તા. ૨૩મીએ સવારે છાપામાં એમના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એમણે કરેલી આગાહીના આ વાક્યની યથાર્થતા સમજાઈ હતી. મહાન સંતોના હૃદયમાં કેટલીક વાતો ઊગી આવતી હોય છે.
દિવાળી માટે ઋષિકેશ જવા માટે બાપુજી જ્યારે હોસ્પિટલના પ્રાંગણમાંથી પ્રયાણ કરવાના હતા ત્યારે એમને વિદાય આપવા માટે શિવાનંદ મિશનના-પરિવારના સૌ સભ્યો એકત્ર થયા હતા. એ વખતે બાપુજીએ કહ્યું, “અમે બધાં જઈએ છીએ, પણ પાછા ફરતાં એક સંખ્યા ઓછી પણ હોય.'
આ સાંભળી બાએ ટકોર કરતાં કહ્યું, “આવું કેમ બોલો છો ? શું હું પાછી નથી આવવાની ?'
હદયરોગની બીમારીને કારણે બાને એમ લાગ્યું કે પોતાને માટે બાપુજીએ આવો સંકેત કર્યો છે, પણ બાપુજીએ કહ્યું, “એવું કોણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org