________________
૧૧૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કહ્યું? કદાચ હું જ પાછો ન આવું. મારો જીવનકાળ હવે પૂરો થવામાં છે. મૃત્યુ તો મંગળ છે.'
બાપુજીના મુખમાંથી સહજ રીતે નીકળેલા ઉગારો કેવા સાચા પડ્યા !
બાપુજીનું સમગ્ર જીવન અત્યંત સક્રિય અને જનસેવાની સુરભિથી મઘમઘતું રહ્યું હતું.
ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઇ.સ. ૧૯૦૬ના ડિસેમ્બરની ૧૮મી તારીખે પોતાના મોસાળમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના અનીડા નામના ગામમાં થયો હતો. એમનું જન્મ નામ ભાનુશંકર હતું. બાંદરા ગામના વતની એમના પિતાનું નામ ગૌરીશંકર અધ્વર્યુ હતું અને માતાનું નામ પાર્વતીબહેન હતું. એમના પિતા યજમાનવૃત્તિ છોડીને ગોંડલ રાજ્યના પોલિસખાતામાં પોલિસ ઓફિસર તરીકે નોકરી કરતા હતા.
ભાનુશંકરે ગોંડળની શાળામાં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં શિક્ષણ-સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે ગોંડળ રાજ્ય અગ્રસ્થાને હતું. તે વખતે ગોંડળની શાળામાં ત્રણ શિક્ષકો પાસે ભાનુશંકરને અધ્યયન કરવા મળ્યું હતું, જેઓ પછીથી ખ્યાતનામ સાહિત્યકારો થયા હતા. એ ત્રણ તે સમર્થ વાર્તાકાર-નવલકથાકાર ગૌરીશંકર જોશી-ધૂમકેતુ, કુમારના તંત્રી બચુભાઈ રાવત અને કવિ દેશળજી પરમાર. (સમર્થ પત્રકાર, જન્મભૂમિના ભૂતપૂર્વ મંત્રી રવિશંકર મહેતા પણ આ ત્રણેના સમવયસ્ક હતા અને ગોંડળમાં એમની સાથે જ વિદ્યાભ્યાસ કર્યો હતો.)
ભાનુશંકરે મેટ્રિક પાસ થયા પછી કૉલેજની વિજ્ઞાન શાખાની કેળવણી અમદાવાદમાં લીધી. તેઓ ત્યાર પછી તબીબી કૉલેજમાં દાખલ થયા. એ જમાનામાં એલ.સી.પી.એસ. અને એમ.બી.બી. એસ. એમ બે ડિગ્રી અપાતી. એમાં એમ.બી.બી.એસ. વધારે ચડિયાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org