________________
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
--
સભાનાં દશ્યો વિડિયો-પત્રકારો ઝડપી લેવા લાગ્યા હતા. આવી સભા ચાલતી હોય એમાં કેટલાયે શ્રોતાજનો ઊંઘતા હોય એ તો જાણે સમજાય, પણ મંચ પર બેઠેલા મોટા મોટા રાજદ્વારી નેતાઓને પણ ઊંઘતા બતાવાયા હતા. થાક અને ઉજાગરાને લીધે, ઊંઘવું ન હોય છતાં ઊંઘ આવી ગઇ હોય એવાં લાક્ષણિક દશ્યો ટી.વી. પર બતાવવાથી એવા મોટા નેતાઓની પ્રતિભા ઝાંખી પડી ગઇ હતી. મોટા માણસ થયા એટલે ઊંધ ન આવે એવું નથી. ઊંઘ એ તો શરીરનો ધર્મ છે.
આપણા એક ભૂતપૂર્વ વડાપ્રધાન એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઊંઘી ગયા હતા. કેમેરામાં ઝડપાઇ ગયેલા એ દશ્ય દુનિયાભરમાં ઘણી રમૂજ ફેલાવી હતી. પોતે આંખો મીંચી ધ્યાનથી સાંભળે છે એવો કોઇનો પણ સ્વબચાવ તદ્દન જૂઠો છે એવું એની લાક્ષણિક રીતે નમી પડેલી ડોક પુરવાર કરી આપે છે.
ઝોકાં ખાવાની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવે છે. મહાભારતની કથામાં અર્જુનની પત્ની સુભદ્રા સગર્ભા હોય છે ત્યારે પોતાના ભાઇ શ્રીકૃષ્ણ પાસેથી યુદ્ધના કોઠા(વ્યૂહ)ની વાત સાંભળતાં સાંભળતાં ઝોકું ખાઇ લે છે ત્યારે ઉદરમાં રહેલો અભિમન્યુનો જીવ હોંકારો ભણે છે. તે કળી જઈને શ્રી કૃષ્ણ આગળ સમજાવવાનું બંધ કરે છે. એક ઝોકાંથી પરિસ્થિતિ કેટલી પલટાઇ જાય છે તે મહાભારતમાં જોવા મળે છે.
વિડિયો ફિલ્મની શોધ પછી કેટલાયે માણસોને અજાણતાં ઊંઘતા ઝડપી લઇ શકાય છે. માણસને પોતાને ખ્યાલ પણ ન હોય કે દૂર ખૂણામાં રહેલો કોઇક કેમરા પોતાના ચહેરા પર ફરી વળ્યો છે. ‘ક્લોઝ અપ' દ્વારા કેમેરા ચહેરો, આંખો, હાથપગના આંગળા ઉપર કેન્દ્રિત થઇ જાય છે. ઝોકાં ખાતાં, બગાસું ખાતાં, છીંક ખાતાં, ખાનગી ગુસપુસ કે ઈશારા કરતાં કે મોંમાં કંઇક ચૂપચાપ નાખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org