________________
નિદ્રાદેવીનું અકળ આવાગમન તમને તે પકડી પાડે છે અને તમારી એ લાક્ષણિક વિચિત્ર મુદ્રા કે ક્રિયા ટી.વી. દ્વારા અનેક પ્રેક્ષકો સુધી પહોંચાડે છે. જાહેર જીવનમાં પડેલા માણસોએ કેમેરાથી વધુ સાવધ રહેવાનો વખત આવી ગયો છે.
ઊંઘવું બિલકુલ ન હોય, છતાં ક્યારે પોતાની આંખ ઢળી પડી છે તેની ખબર પણ ન પડે એવા અનુભવો બધાને થતા હોય છે. અચાનક ઝોકું આવવાનાં ઘણાં કારણો છે. ઉજાગરો હોય, થાક લાગ્યો હોય, ભારે ભોજન લીધું હોય, નીરસ વાતો કે કંટાળાજનક ભાષણ સાંભળવાનો પ્રસંગ હોય, દારૂનો કે માદક દ્રવ્યનો નશો ચડ્યો હોય, ભારે દવાની અસર થઈ હોય, let-lag (જેટ-લેગ) હોય, કશું કરવાપણું ન હોય, લયબદ્ધ ચાલતા વાહનમાં બેઠાં હોય કે એવાં બીજાં અનેક કારણોને લીધે માણસે ઇચ્છા ન કરી હોય, બલ્ક જાગૃત રહેવાનો હેતુપૂર્વકનો ભારે પુરુષાર્થ કર્યો હોય છતાં આંખો ઘેરાવા લાગે છે. ટ્રેનમાં, બસમાં, વિમાનમાં, થિયેટરમાં, સભા-મંડપમાં, અધ્યાપકના વર્ગમાં, સેમિનારમાં, સંમેલનોમાં, ધ્યાન માટેની શિબિરોમાં માણસને અચાનક ઝોકું આવવાનાં, આગન્તુકી નિદ્રાનાં દશ્યો હવે સામાન્ય બની ગયાં છે.
દુનિયાભરમાં હવે રાત્રિની જાગૃતિ વધતી ચાલી છે. રાતપાળી કરતાં કારખાનાંઓની સંખ્યા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહી છે. હવાઈ મથકો, રેલવે સ્ટેશનો, પંચતારક હોટેલો, હોસ્પિટલો, લશ્કરી કેન્દ્રો, પોલીસ મથકો, જુગારખાનાંઓ, કૂટણખાનાંઓ વગેરે વિવિધ ક્ષેત્રોમાં રાત્રે જાગતા, પોતાની ફરજ બજાવતા, મોજમઝા માણતા કે ચોરીડાકુગીરી કરતા માણસો સર્વત્ર જોવા મળશે. વિદ્યુતશક્તિના અજવાળાએ તે માટે ઘણી સગવડ કરી આપી છે. એટલે ઉજાગરા કરનારા માણસોને કસમયે ઝોકું આવી જાય એની નવાઈ નથી.
વીજળીના દીવાની શોધ થઈ તે પહેલાં માણસનું જીવન બહુધા નિયમિત હતું. Eary to bed and early to rise કે “રાત્રે નિદ્રા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org