________________
૧૧૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ માટે અને ગરીબો માટે કશુંક કરી છૂટવાની ભાવના એમના મનમાં જાગ્રત થઈ હતી અને ઉત્તરોત્તર એ દઢ થતી ગઈ હતી.
ડૉ. અધ્વર્યુની જુદે જુદે સ્થળે બદલી થતી. પાટણમાં તેઓ હતા ત્યારે જૈન મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજમાંના એક અને “જૈન દર્શન' ગ્રંથના લેખક)ના સંપર્કમાં આવ્યા હતા. એમની પાસેથી ડૉ. અધ્વર્યુને ઘણી પ્રેરણા અને માર્ગદર્શન મળતાં. એમની સાથેના સંબંધથી ધર્મનો, જનકલ્યાણનો રંગ લાગ્યો હતો.
ડૉ. ભાનુશંકર અધ્વર્યુ સરકારી નોકરીમાં હતા એટલે એમની વખતોવખત જુદે જુદે સ્થળે બદલી થતી. આથી તેઓને નવાં નવાં સ્થળ અને નવા નવા લોકોને પોતાના બનાવી લેવાની તથા ઠેર ઠેર ફરવાની સારી ફાવટ આવી ગઈ હતી. એટલે જ તેઓ પ્રવાસથી ક્યારેય થાકતા નહિ.
પોતે સરકારી દાક્તર હતા ત્યારે એક વખત એમની બદલી ધંધુકા ખાતે થઈ હતી. એ વખતે એમણે જોયું કે એ વિસ્તારમાં- ખારાપાટમાં દૂષિત પાણી વગેરેને કારણે લોકોની આંખ પર વધારે અસર થતી હતી. એવામાં એ ભાલ નળકાંઠા વિસ્તારમાં ધર્મબોધ સાથે લોકસેવાનું કાર્ય કરતા જૈન મુનિ પૂજ્ય સંતબાલજીના સંપર્કમાં તેઓ આવ્યા. તેઓ સંતબાલજીની ઉદાત્ત ભાવનાઓથી અને નિર્મળ ચારિત્ર્યથી પ્રભાવિત થયા અને સંતબાલજીની જ પ્રેરણાથી એમણે નેત્રયજ્ઞનું ત્યાં આયોજન કર્યું. ગામડાના ગરીબ દર્દીઓને વિના મૂલ્ય દાક્તરી સેવા આપવામાં આવે તો જ ગરીબ લોકો લાભ લઈ શકે. જ્યાં પૂરતો પોષક ખોરાક ન પરવડે, ત્યાં દવાના પૈસા તો ક્યાંથી કાઢી શકે? આ રીતે નેત્રયજ્ઞની એક યોજના આકાર લેવા લાગી. એવા નેત્રયજ્ઞના આયોજનથી કેટલાયે દર્દીઓને લાભ થયો. સમાજના આગેવાનોની, ધનિક વેપારીઓની તથા બીજા કેટલાયની કરુણાભરી નજર ગરીબો પ્રત્યે વળી અને નેત્રયજ્ઞોનો પ્રચાર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org