________________
- ૧૬૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ - ૧૯૪૬માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં. દેશને આઝાદી મળી તે પછી એમણે પોતાનું લક્ષ અધ્યયન-અધ્યાપન તરફ રાખ્યું. તેઓ એમ. એ. થયાં અને મુંબઇમાં વિલસન કૉલેજમાં તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના અધ્યાપિકા તરીકે કામ શરૂ કર્યું. ૧૯૪૭થી ૧૯૪૯ સુધી એ કાર્ય કર્યા પછી એક વર્ષ માટે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપિકા તરીકે કામ કરી આવ્યાં. મુંબઈ પાછાં આવીને એમણે “મહાત્મા ગાંધીજીની સામાજિક અને રાજકીય વિચારસરણી” એ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો. ત્યાર પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. અહીં એમના વિભાગના ડૉ. આલુબહેન દસ્તુર સાથે ગાઢ પરિચય થયો. પછી તો આલુબહેન અને ઉષાબહેન બંને ઘણી યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનની સમિતિઓમાં સાથે જ હોય. યુનિવર્સિટીના ક્ષેત્રે ત્રણ દાયકા જેટલું એમનું અધ્યાપન કાર્ય બહુ સંગીન રહ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પીએચ. ડી.ના માર્ગદર્શક તરીકે કાર્ય કરતાં રહ્યાં હતાં.
મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા પછી અમેરિકામાં અભ્યાસ કરવા માટે ૧૯૫૩-૫૪ની કુલ બ્રાઈટ શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થઇ હતી. તેમણે એ વર્ષોમાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
ગાંધીજીની ભાવનાને ચુસ્તપણે અનુસારી અલ્પસંખ્ય વિદ્યમાન વ્યક્તિઓમાં ઉષાબહેન એક મુખ્ય ગણાય. તેમની ગાંધીસ્મારક નિધિના પ્રમુખપદે વરણી થઈ એ સર્વથા યોગ્ય જ થયું. તેઓ નિયમિત મણિભુવનમાં જઈ પોતાની સેવા આપતાં રહ્યાં. એમને પોતાને મનગમતું કાર્ય મળી ગયું. એક મિશનરીની જેમ તેઓ આ કાર્ય કરતાં
રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org