________________
૧૬૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
---
ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબના બધા સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ કુમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું.
લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી. ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં. સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત બૂલ કરેલી. આ છોકરીઓ બહુ નાની છે. એમને એવું આકરું વ્રત ન અપાય, એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે ગાંઘીજીએ તેવું વ્રત ન આપતાં લગ્ન કરવાની છૂટ આપેલી, પણ એ શરતે કે પતિ ખાદી પહેરતો હોય અને લગ્નમાં કોઈ દાયજો લે નહિ. પરંતુ ઉષાબહેન તો પોતે લીધેલા બ્રહ્મચર્યના વ્રતમાં જ અડગ રહ્યા. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ગાંધીજીની ભાવનાને તેમણે શોભાવી. ગાંધીજીની દેશભક્તિ અને ધર્મભાવના સાથે તેઓ ઓતપ્રોત બની રહ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org