________________
પાવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
૧૬૫ ઉષાબહેનની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. એમના પિતા ન્યાયાધીશ હતા અને એમની બદલી થતી, એટલે ઉષાબહેને પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ખેડા, ભરુચ, મુંબઈ વગેરે સ્થળે લીધું હતું. કૉલેજનું શિક્ષણ એમણે મુંબઇની વિલસન કૉલેજમાં લીધું હતું. તેમણે બી.એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય લીધો હતો અને ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. ત્યાર પછી એમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં તેઓ
એલ.એલ.બી. થયાં. એમના પિતા ન્યાયાધીશ હતા એટલે એમનાં • સંતાનોને કાયદાશાસ્ત્રમાં રસ પડે એ સ્વાભાવિક છે.
ઉષાબહેન ભરૂચની શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે કોંગ્રેસમાં સ્વયંસેવિકા તરીકે પણ જોડાયાં હતાં. છોટા સરદાર તરીકે જાણીતા ભરૂચના શ્રી ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ પ્રભાતફેરી, ઝંડાવંદન, સરઘસ, સત્યાગ્રહ વગેરે જે પ્રવૃત્તિઓ ચાલતી તેમાં બાલિકા તરીકે ઉષાબહેન પણ સક્રિય ભાગ લેતાં હતાં. એમણે પોતાના સંસ્મરણોમાં નોંધ્યું છે કે પોલીસનો લાઠીમાર થાય તો પણ ધ્વજને નીચે પડવા ન દેવાય. “ઝંડા ઊંચા રહે હમારા', અથવા “ચલાવ લાઠી, ચલાવ ઈંડા, ઝૂક ન સકેગા અમારા ઝંડા” જેવા પોકારો કરતા કરતા તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતા. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને એના હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું?
ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવા લાગે. હવે લાઠીમાર થાય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org