________________
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા
માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી.
શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે.
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમ્હારો રે.
પ્રીતલડી બંઘાણી રે અજિત જિરાંદડ્યું.
શ્રી અનંત જિનશું કરો સાહેલડિયાં, ચોલ મજીઠનો રંગ, રે, ગુણવેલડિયાં.
મારો મુજરો લ્યો ને રાજ, સાહિબ, શાંતિ સલૂણા !
સિદ્ધિરથના રે નંદન વિનવું, વિનતડી અવધારો.
આ તો ઉદાહરણરૂપ કેટલીક પંક્તિઓ છે. આવી તો સેંકડો મનોરમ પંક્તિઓ જૈન સ્તવન સાહિત્યમાંથી સાંપડશે કે જેમાં કવિના અંતરની સ્વાભાવિક સઘન ઊર્મિઓ લયબદ્ધ શબ્દદેહ પામી હોય !
જૈન સ્તવન-સાહિત્યનો ખજાનો ભરપૂર છે. જૈન સ્તવનસાગરમાં વર્ણ, જાતિ, સંપ્રદાયના ભેદ ભૂલીને જે કોઈ ડૂબકી લગાવે એના હાથમાં સાચા મૌક્તિક આવ્યા વગર રહે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org