SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કાગનો કાવ્યપ્રકાર મહિનામાં, વસંતઋતુમાં ગીતનૃત્યાદિ સાથે ઉત્સવ મનાવવાની પ્રણાલિકા પણ પ્રાચીન કાળથી ચાલી આવે છે. “દડપાતા ફાલ્ગની' એવો ઉલ્લેખ “અમરકોશ'માં છે, એટલે કે ફાલ્યુની નક્ષત્રમાં “દંડપાત” થાય છે. આ “દંડપાત' એટલે શું? ખગોળવિદ્યાનો કોઈ પારિષાષિક શબ્દ છે ? અથવા દંડ એટલે દાંડિયો. એટલે હોળીના દિવસોમાં દાંડિયા વડે રમાય છે એવો અર્થ કદાચ થતો હશે. આદિવાસીઓમાં પણ હોળીના ઉત્સવની એવી પ્રણાલિકા છે. એટલે ફાગણ-ફાલ્યુન મહિના સાથે “ફાગુ'ને સંબંધ છે એ નિર્વિવાદ છે, પરંતુ વ્યુત્પત્તિની દષ્ટિએ “ફાગુ' શબ્દ કેવી રીતે આવ્યો તેની વિચારણા થયેલી છે. પ્રાકૃત સાહિત્યમાં “ફાગુ' શબ્દ એક વિશિષ્ટ કાવ્યપ્રકારના અર્થમાં વપરાયેલો જોવા મળતો નથી. સંસ્કૃતમાં “ફલ્થ” શબ્દ પણ છે. ફલ્ગ એટલે “વસંત'. એના બીજા જુદા અર્થ છે : “હલકું', “નિરર્થક”, “નાનું', “અસાર', “એક નદીનું નામ”. પરંતુ વિદ્વાનો માને છે કે “ફલ્થ' શબ્દ એટલો પ્રાચીન નથી. હેમચંદ્રાચાર્યે “દેશીનામમાલા'માં “ફ” શબ્દ વસંતોત્સવના અર્થમાં આપ્યો છે. એમણે લખ્યું છે “ફગુ મહુરચ્છણે...” ફર્ગ્યુ એટલે મધુ ઉત્સવ અર્થાત્ વસંતોત્સવ. ભોજે “સરસ્વતી કંઠાભરણ'માં પણ “ફ” શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો છે. પરંતુ હેમચંદ્રાચાર્યે કે ભોજે ફગુ' એટલે એક વિશિષ્ટ કાવ્યપ્રકાર એવો અર્થ આપ્યો નથી. એટલે કે હેમચંદ્રાચાર્યના સમયમાં, વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં વસંતોત્સવ વિશે કાવ્યો લખાતાં હશે, પણ “ફાગુ' નામનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ત્યારે પ્રચલિત થયો નહિ હોય. “ફલ્થ” શબ્દનો એક અર્થ થાય છે “હલકું. કેટલાંક અશ્લીલતામાં સરી પડેલાં ફાગુ હલકાં પ્રકારનાં ગણાય છે. એટલે ફાગુ એટલે હલકું એવો અર્થ કરીને એ શબ્દ “ફલ્થ' પરથી આવ્યો હશે એવું અનુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy