________________
૬૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ કરાય છે. પણ એવા અનુમાનમાં તર્કસંગતતા નથી. એમાં દુરાકૃષ્ટતા જણાય છે.
ફાગુ'નો એક અર્થ ‘વસંત થાય છે અને એક અર્થ “જેમાં . વસંતોત્સવ વર્ણવાયો છે એવું કાવ્ય” પણ થાય છે. ફાગુ અથવા ફાગ શબ્દ હોળીનાં શૃંગારી, અશ્લીલ ગીતો માટે અને બીભત્સ અપશબ્દો માટે પણ વપરાય છે. “ફાગુ' ઉપરથી “ફગવો' એટલે કે હોળીનો ઘેરૈયો એવો અર્થ આવ્યો છે, અને હોળી માટે ૨કમ કે ચીજવસ્તુ ઉઘરાવાય તે માટે તથા તે પર્વ દિને ધાણીચણા વહેંચાય તે માટે પણ વપરાયો છે. “ફાગુ' ઉપરથી રાજસ્થાની-હિંદીમાં “ફગુઆ' (હોળીના ઉત્સવમાં અપાતી ચીજવસ્તુ કે સંભળાવવામાં આવતું અશ્લીલ ગીત), ફગુઆના' (રંગ છાંટવો અથવા અશ્લીલ ગીત ગાવું), ફગુહારા (હોળી ખેલનાર કે ગીત ગાનાર પુરુષ) વગેરે જુદા જુદા શબ્દો પ્રચલિત થયેલા છે. ક્યાંકથી પાછા ફરતાં અકારણ વિલંબ થયો હોય તો “ફાગ રમવા ગયા હતા ?' એવો કટાક્ષયુક્ત રૂઢિપ્રયોગ પણ વપરાય છે.
આમ “ફાગુ' અથવા “ફાગ' શબ્દ કાવ્યના એક પ્રકારના અર્થમાં રૂઢ થયો તે પૂર્વે વસંતઋતુ, હોળી, અશ્લીલ ગીત વગેરેના અર્થમાં એ પ્રચલિત રહ્યો હશે. વર્તમાન કાળમાં પણ તે પ્રચલિત જણાય છે.
ફાગુ'નો કાવ્યપ્રકાર ગેયત્વથી સભર છે. આમ જોઈએ તો મધ્યકાલીન કવિતા મુખ્યત્વે ગેય પ્રકારની રહી છે. જે જમાનામાં મુદ્રણકલા નહોતી અને મોંઘી હસ્તપ્રતો સર્વસુલભ નહોતી તે જમાનામાં કોઈક વાંચે અને બીજાઓને તે સંભળાવે એવી પ્રથા અનિવાર્ય હતી. એવે વખતે લંબાવીને દીર્ઘ સ્વરે ગવાતી કવિતા સાંભળનારને જો સહેલાઈથી સમજાય તો એને એમાં રસ પડે અને એને યાદ રાખવાનું, કંઠસ્થ કરવાનું મન થાય અને તે સરળ બને. ગાવાથી કવિતાના સંક્રમણનું પ્રમાણ વધારે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org