________________
ફાગુનો કાવ્યપ્રકાર
૬૯
ફાગુનો કાવ્યપ્રકાર ઊર્મિપ્રધાન છે. એટલે એમાં ગેય નૈસર્ગિક રીતે આવે જ. ફાગુકાવ્યો મધ્યકાલીન યુગમાં ગવાતાં એ સ્પષ્ટ છે. માણસ એકલો પણ ગાય અને સમૂહમાં પણ ગાય. ફાગુકાવ્યો ગવાતાં, ગાવા માટે જ લખાતાં, ગાવા સાથે ખેલવા-રમવાની પ્રવૃત્તિ પણ થતી અને એવી પ્રવૃત્તિ વાજિંત્રો સાથે સામૂહિક ઉત્સવરૂપે પણ થતી-એવા વિવિધ ઉલ્લેખો મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળે છે. એકનું એક ફાગુકાવ્ય માણસ એકલો પણ ગાઈ શકે અને સમૂહમાં પણ ગાઈ શકે; નૃત્ય વગર ગાઈ શકે અને નૃત્ય કરતાં કરતાં, રમતાં રમતાં પણ ગાઈ શકે; નૃત્ય સમયે વાજિંત્રો પણ વગાડી શકે અને વાજિંત્ર વગર પણ નૃત્ય કરી શકે. નૃત્ય વર્તુળાકારે તાળીઓ સાથે ગરબાની જેમ ઘૂમીને કરાય, દાંડિયા સાથે કરાય અને જુદાં જુદાં જૂથ કે જોડીમાં પણ જુદી જુદી રીતે કરી શકાય. જે ગવાય તે રમાય નહિ અથવા જે રમાય તે ફક્ત ગાઈ ન શકાય એવી કોઈ ભેદરેખા નહોતી. ગાવું, રમવું અને વર્તુળાકારે દાંડિયા સાથે રમવું એમાં ત્રીજામાં પહેલા બેનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં કવિઓએ પોતે પોતાના ફાગુકાવ્યમાં કરેલા નિર્દેશોના વર્ગીકરણની દષ્ટિએ માત્ર થોડાક જ નમૂના જોઈશું.
ફાગુકાવ્ય એકલા કે છંદમાં બેસીને ફક્ત ગાવાની પ્રણાલિકાના જે ઉલ્લેખો થયા છે તેમાંથી નીચેના કેટલાક જુઓ : દેવ સુમંગલપુસ્તફાગુ, ગાયક ભો ભવિયા.
(અજ્ઞાત કવિકૃત ભરતેશ્વર ચક્રવર્તી ફાગ)
ગાઈ અભિનવ ફાગ, સાચવઈ શ્રીરાગ.
(નારાયણ ફા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org