________________
૬૬
* સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. અલબત્ત, કેટલાંક કાવ્યસ્વરૂપોને જીર્ણતા જલદી લાગતી નથી. કવિતા તરીકે જે કવિતા શ્રેષ્ઠ છે તે જૂની થતી નથી.
મધ્યકાલીન ગુર્જર સાહિત્યમાં (ગુજરાતી અને રાજસ્થાનીમાં) વસંતઋતુને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે “ફાગુકાવ્ય' છે. વિક્રમના ચૌદમા શતકથી અઢારમા-ઓગણીસમા શતક સુધીમાં આ કાવ્યપ્રકાર ઠીક ઠીક વિકાસ પામ્યો. એમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા. કેટલાક ઉત્તમ કવિઓને હાથે લખાયેલી શ્રેષ્ઠ મનોહર કાવ્યકૃતિઓ આપણને આ યુગમાં સાંપડી છે, જેમાં કાવ્યતત્ત્વની દષ્ટિએ એક શ્રેષ્ઠ કૃતિ તે સુપ્રસિદ્ધ “વસંતવિલાસ' છે.
ફાગુકાવ્યો લગભગ દોઢસો જેટલાં આપણને પ્રાપ્ત થયાં છે. બીજાં પણ મળવાનો સંભવ છે. એમાંના ઘણાખરા કવિઓએ પોતે જ પોતાના કાવ્યને “ફાગુ' અથવા “ફાગ” તરીકે ઓળખાવ્યું છે. એટલે આ કાવ્યસ્વરૂપના નામકરણ વિશે કોઈ સંદિગ્ધતા કે વિવાદ નથી. વળી કવિઓના પોતાના મનમાં પણ આ કાવ્યપ્રકાર વિશે નિશ્ચિત ખ્યાલ બંધાઈ ગયેલો છે.
વસંતઋતુને નિમિત્તે ફાગુકાવ્યો લખાયાં છે અને વસંતઋતુમાં સૌથી મહત્ત્વનો માસ તે ફાગણ છે. ફાગણ સુદ પૂર્ણિમા એ હોળીનો ઉત્સવ એટલે કે વસંતઋતુની પરાકાષ્ઠા. “ફાગુ' અને “ફાગણ' એ બે શબ્દો વચ્ચેના સામ્યને કારણે અને એ બે વચ્ચેના સંબંધને કારણે ફાગુ' શબ્દ “ફાગણ' ઉપરથી આવ્યો હશે એવું અનુમાન કરવા કોઈ પ્રેરાય, પરંતુ વિદ્વાનો બતાવે છે તે પ્રમાણે “ફાગુ' શબ્દ દેશ્ય શબ્દ ફગ્ગ' પરથી આવ્યો છે. ફાગણ માટે સંસ્કૃતમાં “ફાલ્ગન' શબ્દ છે અને એ મહિનાના નક્ષત્ર માટે “ફાલ્ગની' શબ્દ અત્યંત પ્રાચીન કાળથી લોકોની ભાષામાં અને વાડ્મયમાં પ્રચલિત છે. ફાગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org